શિક્ષકોની ખાલી જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકની ભરતીની જાહેરાતનો વિરોધ, 5 વર્ષથી કાયમી ભરતી માટે રાહ જોતા ટેટ પાસ ઉમેદવારોમાં રોષ

એક લાખ આઠ હજાર બેરોજગાર યુવાનો પાંચ વર્ષથી ટેટ ની પરીક્ષા પાસ કરી શિક્ષકોની ભરતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે સરકારે હવે પ્રવાસી શિક્ષકો નિયુકત કરવાની જાહેરાત કરતા ટેટ પાસ ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 8:59 AM

ગુજરાતમાં શિક્ષકોની (Teacher) અઢાર હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં પુરી જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની જગ્યાએ 10000 જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકો(Pravasi Teacher) નિયુક્ત કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, શિક્ષકોની ખાલી જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકની ભરતી (Recruitment) કરવાની જાહેરાત સામે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.

એક લાખ આઠ હજાર બેરોજગાર યુવાનો પાંચ વર્ષથી ટેટ ની પરીક્ષા પાસ કરી શિક્ષકોની ભરતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે સરકારે હવે પ્રવાસી શિક્ષકો નિયુકત કરવાની જાહેરાત કરતા ટેટ પાસ ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે. આ ઉમેદવારોનો આરોપ છે કે, કાયમી શિક્ષકોની જગ્યાએ પ્રવાસી શિક્ષકોથી સરકાર કામ ચલાવી રહી છે. 18 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં કાયમીની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી સામે રોષ ઠાલવાયો છે. 5 વર્ષથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી નથી થઈ ત્યારે 1.80 લાખ ટેટ પાસ ઉમેદવારો બેરોજગાર છે.

ભરતી ન થવાના કારણે લગભગ 18000 જેટલા શિક્ષકોની ઘટ

2017 વિધાનસભાની ચુંટણી પુર્વે ધોરણ 1 થી 5 માં માત્ર 1300 વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી તેમજ વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી પહેલા ધોરણ 6 થી 8 માં 2000 વિદ્યાસહાયક ની ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ ભરતી ન થવાના કારણે લગભગ 18000 જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે ત્યારે ભરતી કેલેન્ડર મુજબ ધોરણ 1 થી 5 માં 6500 અને ધોરણ 6 થી 8 6000 શિક્ષકોની એમ કુલ 12500 શિક્ષકોની ભરતી કરવાની જગ્યાએ સરકાર માત્ર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરી રહી છે તેની સામે ખાલી જગ્યાઓ ઉપર દસ હજાર પ્રવાસી શિક્ષકોની કામચલાઉ ધોરણે નિયુક્તિ કરી બેરોજગાર ઉમેદવારો અને ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર રમત કરી રહી છે.

ત્યારે પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ રાખી તમામ જગ્યાઓમાં લાયકાત ધરાવતા ટેટ 1 અને ટેટ 2 પાસ શિક્ષકોની નિયુક્તિ નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની સાથે વિધાનસભાની ચુંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપવામાં આવી છે.

Follow Us:
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
g clip-path="url(#clip0_868_265)">