RELIANCE એ એક મહિનામાં બે કંપનીઓ હસ્તગત કરી નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો, જાણો કેટલા કરોડમાં થઈ ડીલ અને શું છે યોજના?
ડીલ અંગે ટિપ્પણી કરતાં RRVLના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, "રિલાયન્સ હંમેશા વિકલ્પોને વિસ્તારવામાં અને ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય ઓફર કરવામાં અગ્રેસર રહી છે.
મુકેશ અંબાણી(Mukesh Ambani)ની કંપની રિલાયન્સે (RIL)ચાલુ મહિનામાં બે કંપનીઓ હસ્તગત કરી છે. 1 માર્ચના રોજ કંપનીએ ડિઝાઇનર બ્રાન્ડ અબ્રાહમ એન્ડ ઠાકોર (A&T) માં મોટો હિસ્સો હસ્તગત કર્યો. આ ત્રીસ વર્ષ જૂની કંપની છે. રિલાયન્સની તમામ રિટેલ કંપનીઓ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની માલિકીની છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે. આ ઉપરાંતરિલાયન્સ હવે મહિલાઓ માટે આંતરિક વસ્ત્રો પણ વેચશે. રિલાયન્સની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે પર્પલ પાંડા ફેશન પ્રાઈવેટ લિમિટેડમાં 89 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપની ક્લોવિયા બ્રાન્ડની માલિકી ધરાવે છે જે મહિલાઓ માટે ઘનિષ્ઠ આંતરિક વસ્ત્રો વેચે છે.
રિલાયન્સ રિટેલે રૂ. 950 કરોડમાં ડીલ પૂરી કરી છે. આ સોદો પૂર્ણ કરવા માટે રિલાયન્સે ગૌણ હિસ્સાની ખરીદી અને પ્રાથમિક રોકાણનો આશરો લીધો છે. ક્લોવિયા બ્રાન્ડની સ્થાપના 2013માં પંકજ વર્માણી, નેહા કાંત અને સુમન ચૌધરીએ કરી હતી. કંપની તેની વેબસાઈટ અને અન્ય પ્લેટફોર્મ દ્વારા તેનું ઉત્પાદન સીધું ગ્રાહકને વેચે છે. કંપની મુખ્યત્વે વૈભવી પરિવાર ની મહિલાઓ માટે અન્ડરવેર અને લૅંઝરી વેચે છે.
રિલાયન્સના પોર્ટફોલિયોમાં આંતરિક વસ્ત્રોની આ પહેલી બ્રાન્ડ નથી. અગાઉ રિલાયન્સ રિટેલે Zivame અને Amante બ્રાન્ડ હસ્તગત કરી હતી. ક્લોવિયા અને રિલાયન્સ વચ્ચેના સોદામાં BDA પાર્ટનર્સે નાણાકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું. શાર્દુલ અમરચંદ મંગળદાસની લીગલ કાઉન્સીલ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત Deloitte Huskin & Sales LLP પાસે પણ મહત્વની જવાબદારીઓ હતી.
ગ્રાહકો પાસે પસંદગી માટે વધુ વિકલ્પો હશે
ડીલ અંગે ટિપ્પણી કરતાં RRVLના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ હંમેશા વિકલ્પોને વિસ્તારવામાં અને ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય ઓફર કરવામાં અગ્રેસર રહી છે. અમને અમારા પોર્ટફોલિયોમાં Inner Wear બ્રાન્ડ Clovia ઉમેરવામાં આનંદ થાય છે જેમાં સ્ટાઇલ ગુણવત્તા અને ડિઝાઇનની વિશેષતા છે. અમે બિઝનેસને વધુ ઊંચાઈએ લઈ જવા માટે ક્લોવિયાની મજબૂત મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા આતુર છીએ.”
કુશળતાનો લાભ મેળવો
ક્લોવિયાના સ્થાપક અને સીઈઓ પંકજ વર્માણીએ જણાવ્યું હતું કે, “ક્લોવિયા રિલાયન્સ રિટેલ પરિવારનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે. આ ભાગીદારી દ્વારા અમે રિલાયન્સના વિશાળ નેટવર્ક અને રિટેલ કુશળતાથી લાભ મેળવીશું અને અમારી બ્રાન્ડની હાજરીને વિસ્તારીશું.” RRVL એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ.ની પેટાકંપની છે.
આ મહિને રિલાયન્સ રિટેલનું બીજું એક્વિઝિશન
માર્ચમાં રિલાયન્સ રિટેલ દ્વારા આ બીજું એક્વિઝિશન છે. 1 માર્ચના રોજ કંપનીએ ડિઝાઇનર બ્રાન્ડ અબ્રાહમ એન્ડ ઠાકોર (A&T) માં મોટો હિસ્સો હસ્તગત કર્યો. આ ત્રીસ વર્ષ જૂની કંપની છે. રિલાયન્સની તમામ રિટેલ કંપનીઓ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની માલિકીની છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે. નાણાકીય વર્ષ 2020-21માં રિલાયન્સ રિટેલનું કુલ ટર્નઓવર 1 લાખ 57 હજાર 629 કરોડ હતું. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 5 હજાર 481 કરોડ હતો .