શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે?

15 એપ્રિલ, 2025

દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે પોતાના જન્મ અને મૃત્યુ વિશે ચિંતિત હોય છે અથવા તો તેનું મનન કરે છે. એક વખત એક વ્યક્તિ પ્રેમાનંદ મહારાજ પાસે પોતાની શંકા લઈને આવ્યો.

તેમણે પુછ્યું, "શું મૃત્યુનો સમય અને સ્થાન અગાઉથી નક્કી હોય છે?"

પ્રેમાનંદ મહારાજે જવાબ આપ્યો "હા, મૃત્યુનો સમય અને સ્થાન અગાઉથી નક્કી હોય છે, પણ એ બદલાઈ પણ શકે છે."

તેમણે આગળ કહ્યું, "માણસ એવું પ્રાણી નથી કે જે માત્ર ઘટનાઓના એક જ ક્રમમાં બંધાયેલો રહે. જો તે ઘટનાના તાંતણામાં જ બંધાઈ રહે તો પછી ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકે?"

"ભગવાનની પૂજા કોઈની કુંડળી કે ભાગ્યમાં લખાયેલી નથી. આપણા માટે ભગવાનની પૂજા કરવાની તક એ આપેલું સૌભાગ્ય છે, જેથી કરીને આપણે આપણા કર્મો સુધારી શકીએ."

"જો આપણે ઈચ્છીએ તો આપણા કર્મ બગાડી શકીએ છીએ અને આગામી જનમોમાં ભૂત કે પ્રાણી બની શકીએ છીએ. પણ માનવીએ સુખ અને દુઃખને પાછળ છોડી ભગવાન તરફ આગળ વધવું જોઈએ, કારણ કે માનવ જન્મ એક વિશેષ ભેટ છે."

"માણસે સુખ-દુઃખ ભૂલીને ભગવાનની ભક્તિમાં મન એકાગ્ર કરવું જોઈએ, કારણ કે આ માનવ જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે."

"જો કોઈ ભક્ત ઈચ્છે, તો પોતાની ભક્તિથી પોતાના ઈષ્ટદેવને પણ પ્રગટ કરી શકે છે. જો તમારી ઈચ્છાઓ શ્રેષ્ઠ હશે તો બધું સારું જ થશે."

"બીજાને ખુશી આપો, બીજાને ઉપયોગી બનો, અને ભગવાનના ગુણગાન કરો. જો તમારું વર્તમાન જીવન ભગવાનના સ્મરણમાં વિતાવશો તો કોઈ પણ તમને નુકસાન નહીં પહોંચાડી શકે."