નહેરૂએ સરદારનું અપમાન કરવામાં કોઈ કસર બાકી નહોંતી રાખી ત્યારે ‘નહેરુ અને સરદાર એક જ સિક્કાની બે બાજુ’ એવા કોંગ્રેસના દાવામાં કેટલુ તથ્ય? વાંચો
તાજેતરમાં ગુજરાતમાં 9 એપ્રિલે મળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સરદારની વિરાસત પર દાવો કરવા બદલ ભાજપને આડે હાથ લીધી હતી. આ સમયે ખરગે એ પણ દાવો કરતા જોવા મળ્યા કે નહેરુ અને સરદારના સંબંધો અત્યંત સ્નેહપૂર્ણ હતા, માની લો કે બંને એક સિક્કાની બે બાજુ જેવા હતા. ભાજપ અને સંઘ તેમના સંબંધોને લઈને દેશની જનતાને ગુમરાહ કરી રહી છે. ત્યારે આજે જાણીશુ કે કોંગ્રેસના આ દાવામાં કેટલુ સત્ય છે. શું ખરેખર નહેરુને સરદાર માટે આદરભાવ હતો? શું નહેરુએ કે ગાંધી પરિવારે ક્યારેય સરદારની અવગણના નથી કરી? જો કોંગ્રેસ આ દાવો કરી રહી છે તો જાણીલો કે ઈતિહાસના પન્ને આ બંનેના સંબંધો અંગે શું અંકિત થયેલુ છે.

ગુજરાતની ધરતી પર અમદાવાદમાં 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યુ હતુ. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખુલીને નહેરુ અને સરદારના સંબંધો અંગે વાત કરતા જોવા મળ્યા. જયરામ રમેશે કહ્યુ કે ભાજપ દેશની જનતામાં એવો ભ્રમ ફેલાવી રહી છે કે નહેરુ અને સરદારના સંબંધો તણાવથી ભરેલા હતા. જેમા બિલકુલ સત્ય નથી. જે લોકો આવુ કહે છે તેઓ જુઠુ બોલી રહ્યા છે અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. વાસ્તવિક્તા એ છે કે બંને વચ્ચે અનોખી જુગલબંધી હતી. આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગેએ પણ આક્ષેપ કર્યો કે ભાજપ અને RSS હંમેશા એવુ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે પટેલ અને પંડિત નહેરુ એકબીજાના ઘુર વિરોધી હતા, જ્યારે બંને નેતાઓ વચ્ચે સુમેળ ભરેલા અને સૌહાર્દપૂર્ણ સંબંધો હતા.બંને એક જ સિક્કાની બે બાજુ હતા. નહેરુએ રાષ્ટ્રપતિને સરદારની અંતિમ યાત્રામાં સામેલ...