Digital University: શું છે ડિજિટલ યુનિવર્સિટી? જાણો વિદ્યાર્થીઓને આનાથી કેટલો થશે ફાયદો
Digital University: ભારતમાં ડિજિટલ શિક્ષણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. રોગચાળાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ડિજિટલ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં ડિજિટલ યુનિવર્સિટીની (Digital University) સ્થાપના કરવામાં આવશે.

Digital University: ભારતમાં ડિજિટલ શિક્ષણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. રોગચાળાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitaraman) બજેટમાં ડિજિટલ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં ડિજિટલ યુનિવર્સિટીની (Digital University) સ્થાપના કરવામાં આવશે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઘણું નુકસાન થયું છે, જેથી ભવિષ્યમાં આવું ન થાય તો ઈ-કન્ટેન્ટ અને ઈ-લર્નિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. બદલાતા યુગમાં ડિજિટલ શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ બજેટ 2022માં વન ક્લાસ વન ટીવી ચેનલના કાર્યક્રમમાં વધારો કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ટીવી, મોબાઈલ અને રેડિયો દ્વારા તેમની પ્રાદેશિક ભાષામાં શિક્ષણ મેળવી શકશે.
ડિજિટલ યુનિવર્સિટી કેવી હશે અને વિદ્યાર્થીઓને શું ફાયદો થશે તે સમજવું જરૂરી છે. બજેટમાં સ્કૂલ એજ્યુકેશનને બદલે ડિજિટલ એજ્યુકેશન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણને લગતી જાહેરાતોમાં ડિજિટલ યુનિવર્સિટીની રચનાની ઘણી ચર્ચા ચાલી રહી છે. બજેટ 2022માં કૃષિ શિક્ષણ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ કુદરતી, ઝીરો-બજેટ અને ઓર્ગેનિક ખેતી, આધુનિક કૃષિની જરૂરિયાતોને પહોંચી વળવા કૃષિ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સુધારો કરવા પર ભાર મૂક્યો હતો.
ડિજિટલ યુનિવર્સિટી શું છે?
ડીજીટલ યુનિવર્સિટી દ્વારા ઘરે-ઘરે શિક્ષણ પહોંચશે. વિદ્યાર્થીઓને ઘણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ સુવિધા મળશે. જેમાં અન્ય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ પણ મદદ કરશે. જેના દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, તેનું નિર્માણ હબ અને સ્પોક મોડલના આધારે કરવામાં આવશે.
જેમાં ISTE ધોરણ મુજબ વિશ્વસ્તરીય ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણની સહાયક અભ્યાસક્રમ પ્રક્રિયા તરીકે ડિજિટલ શિક્ષણનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, ડિજિટલ યુનિવર્સિટીનું સપનું ત્યારે જ સફળ થશે જ્યારે સંસાધનોની અછત દૂર થશે. દેશમાં કેટલા બાળકો પાસે અભ્યાસ માટે મોબાઈલ કે ટીવીની સુવિધા છે તેનો જવાબ પણ સરકાર પાસે નથી.
વન ક્લાસ વન ટીવી ચેનલ
પ્રધાનમંત્રી ઈ-વિદ્યા યોજના હેઠળ એક ચેનલ વન ક્લાસ યોજના 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. તેના પર ધોરણ 1 થી 12 સુધીના વર્ગો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. ટીવી, મોબાઈલ અને રેડિયો દ્વારા તમામ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની જાહેરાત કરતી વખતે આ જાહેરાત કરી છે.
આ પણ વાંચો: CTET 2021 Answer key: CBSE CTET આન્સર કી થઈ જાહેર, જાણો કેવી રીતે નોંધાવાશે ઓબ્જેક્શન
આ પણ વાંચો: GATE 2022 પરીક્ષા મોકૂફ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ દાખલ, ટૂંક સમયમાં થશે સુનાવણી