23 March 2025

IPL જોવાથી જલદી ખતમ નહીં થાય તમારો ડેટા ! આ સેટિંગ્સ કરી લો ચાલુ

Pic credit - google

IPL 2025ની મેચ શરૂ થઈ ગઈ છે. લોકો IPL જોવા માટે ખુબ જ ઉત્સાહિત હોય છે, પણ મેચ જોતા જોતા અધવચ્ચે જ ઈન્ટરનેટ પુરુ થઈ જાય છે

Pic credit - google

ત્યારે અહીં અમે તમને એક ખાસ ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી ડેટાને જલદી વપરાતા બચાવી શકો છો

Pic credit - google

ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ લાઈવ ક્રિકેટ મેચ જોવા માટે થાય છે. જો ડેટા સમાપ્ત થઈ જાય, તો લાઈવ સ્ટ્રીમિંગ પણ બંધ થઈ જાય છે.

Pic credit - google

ડેટા ખતમ થયા પછી, ઘણા લોકો બીજો ડેટા પેક રિચાર્જ કરાવે છે, આ માટે તેમને વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડે છે.

Pic credit - google

આજે તમને એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં યુઝર્સને એક્સ્ટ્રા ડેટા માટે પૈસા ખર્ચવા નહીં પડે અને વર્તમાન ડેટામાં જ આખી મેચ Live જોઈ શકશો

Pic credit - google

IPL મેચ જોવા માટે Jio Hotstar નો ઉપયોગ કરો છો તો આ એપમાં એક ખાસ સેટિંગ છે.

Pic credit - google

લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન, ઉપર જમણી બાજુએ દેખાતા સેટિંગ્સ આઇકોન પર ક્લિક કરો. આ પછી તમે વીડિયો ક્વોલિટી ડાઉન કરવા ડેટા સેવર પસંદ કરો.

Pic credit - google

ડેટા સેવરના કારણે તમારો મોબાઈલ ડેટા ઓછો ખર્ચ થશે. આવી સ્થિતિમાં, તમે કોઈપણ મુશ્કેલી અને વધારાના રિચાર્જ વિના સમગ્ર લાઈવ મેચ જોઈ શકશો.

Pic credit - google