ભારતીય શેરબજારની લાલ નિશાન નીચે શરૂઆત, આજે પરિણામ જાહેર કરનાર આ કંપનીઓના શેર પર રાખજો નજર
Share Market Opening Bell : આજે સપ્તાહનો છેલ્લો કારોબારી દિવસ રહેશે. આવતીકાલે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની રજા રહેશે.બુધવારે ટ્રેડિંગમાં ઉતાર - ચઢાવ પછી BSE સેન્સેક્સ ₹696 પોઈન્ટના ઉછાળા સાથે 71066 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો જ્યારે નિફ્ટી 227 પોઈન્ટ વધીને 21466 પોઈન્ટના સ્તરે કારોબાર પૂર્ણ કર્યો હતો.

Share Market Opening Bell : આજે ગુરુવારે એક્સ્પાયરીના દિવસે શેરબજારમાં ફ્લેટ શરૂઆત થઇ છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી ઘટાડા સાથે 21500 ની નીચે સરકી ગયો છે. એશિયન અને અમેરિકન શેરબજારમાં પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 689 પોઈન્ટ વધીને 71,060 પર બંધ થયો હતો.આજે સપ્તાહનો છેલ્લો કારોબારી દિવસ રહેશે. આવતીકાલે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની રજા રહેશે.
Stock Market Opening(25 January 2024)
- SENSEX : 71,022.10 −38.21
- NIFTY : 21,454.60 +0.65
છેલ્લાં સત્રનો કારોબાર
બુધવારે ટ્રેડિંગમાં ઉતાર – ચઢાવ પછી BSE સેન્સેક્સ ₹696 પોઈન્ટના ઉછાળા સાથે 71066 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો જ્યારે નિફ્ટી 227 પોઈન્ટ વધીને 21466 પોઈન્ટના સ્તરે કારોબાર પૂર્ણ કર્યો હતો. બુધવારે નિફ્ટી મિડકેપ 100 અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં બે ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક લીલા નિશાનમાં બંધ થયા હતા.
જો આપણે શેરબજારમાં તેજી દર્શાવતી કંપનીઓની વાત કરીએ તો હિન્ડાલ્કો , ડો. રેડ્ડીઝ, ટાટા સ્ટીલ અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં વધારો નોંધાયો જ્યારે ICICI બેન્ક, એક્સિસ બેન્ક, એશિયન પેઇન્ટ્સ અને અદાણી પોર્ટ્સના શેર નબળાઈ સાથે બંધ થયા હતા.
આજે કઈ કંપનીઓનું પરિણામ જાહેર થશે?
આજે JSW Steel, SBI Life, ACC, AU Small Finance Bank, IEX, MGL, SBI Card, Shriram Finance, Syngene International, Vedanta, PNB, HPCL, Chola Investment, Adani Power, Asahi India Glass, Equitas SFB, KFIN Tech, LT Foods, Vedant Fashions, Shakti Pumps, Sterlite Tech, Tata Technologies અને TVS Holdings પરિણામ જાહેર થશે
FIIs-DII ના આંકડા
બુધવારે 24 જાન્યુઆરીએ ફરી એકવાર કેશ માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી હતી. FIIએ ગઈ કાલે બજારમાં રૂપિયા 6,934.93 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ દિવસે રૂપિયા 6012.67 કરોડના શેર ખરીદ્યા છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.