AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI નિયંત્રિત નાણાંકીય બજારના સમયમાં ફેરફાર કરાયો, 18 એપ્રિલથી સવારે 9 વાગ્યે શરૂ થશે કારોબાર

કોવિડ -19 રોગચાળાની શરૂઆત પછી આ બજારોમાં સવારે 10 વાગ્યાથી વેપાર શરૂ થયો હતો પરંતુ 18 એપ્રિલથી આ બજારો ફરી એકવાર નવ વાગ્યાથી ખુલશે. આરબીઆઈએ કહ્યું કે 18 એપ્રિલથી ફાઈનાન્શિયલ માર્કેટમાં ટ્રેડિંગ સવારે 9 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી ચાલશે

RBI નિયંત્રિત નાણાંકીય બજારના સમયમાં ફેરફાર કરાયો, 18 એપ્રિલથી સવારે 9 વાગ્યે શરૂ થશે કારોબાર
Reserve Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 8:59 AM
Share

ગયા અઠવાડિયે યોજાયેલી મોનેટરી પોલિસી કમિટી(MPC )ની બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)એ કહ્યું હતું કે રેગ્યુલેટેડ માર્કેટનો સમય બદલવામાં આવી રહ્યો છે. 18 એપ્રિલથી રિઝર્વ બેંક દ્વારા નિયમન કરાયેલા તમામ બજારોનો સમય સવારે 10 વાગ્યાથી ઘટાડી 9 વાગ્યા સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાને કારણે રિઝર્વ બેંકે 7 એપ્રિલ 2020 ના રોજ વિવિધ બજારો માટે ટ્રેડિંગના સમયમાં ફેરફાર કર્યો હતો. સેન્ટ્રલ બેંકે ટ્રેડિંગનો સમય સવારે 10 વાગ્યા સુધી વધારી દીધો હતો. થોડા મહિના પછી 9 નવેમ્બર 2020 થી કેટલાક બજારોમાં સમય જૂનો કરવામાં આવ્યો. RBIએ એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં લોકોની અવરજવર પરના નિયંત્રણો હટાવવા અને ઓફિસોમાં કામકાજ સામાન્ય થવાને ધ્યાનમાં રાખીને સવારે 9 વાગ્યાથી નાણાકીય બજારો(Financial Market)માં વેપાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોવિડ -19 રોગચાળાની શરૂઆત પછી આ બજારોમાં સવારે 10 વાગ્યાથી વેપાર શરૂ થયો હતો પરંતુ 18 એપ્રિલથી આ બજારો ફરી એકવાર નવ વાગ્યાથી ખુલશે. આરબીઆઈએ કહ્યું કે 18 એપ્રિલથી ફાઈનાન્શિયલ માર્કેટમાં ટ્રેડિંગ સવારે 9 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી ચાલશે. ફોરેન એક્સચેન્જ માર્કેટ અને સરકારી સિક્યોરિટીઝમાં વ્યવહાર હવે બદલાયેલા સમય સાથે જ શક્ય બનશે. શુક્રવારે નાણાકીય સમીક્ષા પછી, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે 18 એપ્રિલથી સવારે 9 વાગ્યાથી તમામ નાણાકીય બજારોમાં ફરીથી વેપાર શરૂ કરવાની જાહેરાત કરી હતી.

RBI ફાયનાન્શીયલ માર્કેટ નિયમનકાર છે

આપણા દેશમાં નાણાકીય બજારનું નિયમનકાર રિઝર્વ બેંક છે જ્યારે મની માર્કેટ એટલે કે શેરબજારનું નિયમનકાર સેબી છે. રિઝર્વ બેંક સરકારી સિક્યોરિટીઝ માર્કેટ, કોમર્શિયલ પેપર માર્કેટ, રેપો કોર્પોરેટ બોન્ડ્સ, ટ્રેઝરી બિલ્સ, ફોરેન કરન્સી માર્કેટ, ફોરેક્સ ડેરિવેટિવ્ઝ, રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ જેવા બજારોનું નિયમનકાર છે.

RBIએ ચાર સહકારી બેંકો પર લગાવ્યો 4 લાખનો દંડ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચાર સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે. દંડની રકમ 4 લાખ રૂપિયા છે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, આ સહકારી બેંકો (Cooperative banks) સામે નિયમનકારી અનુપાલન અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. આ પ્રકારની કાર્યવાહી અવારનવાર થાય છે અને જે બેંકો રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરતી નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. દંડ ઉપરાંત, કાર્યવાહીમાં પ્રતિબંધો પણ લાદવામાં આવે છે. અખબારી યાદીમાં આ બેંકો સામે લાદવામાં આવેલા દંડની માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો :  ઈશ્કબાજીમાં પણ શાહબાઝ શરીફ ઈમરાન કરતા ‘બે ડગલાં’ આગળ, બેગમ વહેલા ઘરે પહોંચે તે માટે બનાવી નાખ્યો ‘હની બ્રિજ’, જાણો પીએમ એ કેટલા લગ્ન કર્યા છે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર થયા, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Follow Us
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
g clip-path="url(#clip0_868_265)">