Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર થયા, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ - ડીઝલના નવા ભાવ જાહેર થયા, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?
Petrol diesel price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 7:05 AM

દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ આજે મંગળવાર તારીખ 12 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. આજે મંગળવારે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. આજે સતત છઠ્ઠો દિવસ છે જ્યારે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી અને કિંમતો સ્થિર છે. તેથી દિલ્હી-મુંબઈ અને અમદાવાદ(Ahmedabad) સહિત દેશના તમામ મોટા શહેરોમાં જૂના ભાવે તેલની ખરીદી અને વેચાણ યથાવત રહેશે.આપને જણાવી દઈએ કે તેલ કંપનીઓએ છેલ્લે 6 એપ્રિલે તેલની કિંમતોમાં વધારો કર્યો હતો. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો : RBIએ ચાર સહકારી બેંકો પર લગાવ્યો 4 લાખનો દંડ, નિયમોની અવગણના કરવા બદલ કરી કાર્યવાહી

આ પણ વાંચો :  અદાણી ગ્રુપના શેરમાં આવ્યો ઉછાળો, અદાણી ગ્રુપની આ કંપની દેશની ટોપ-10 કંપનીઓમાં સામેલ, આજે 15 ટકાનો ઉછાળો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">