Budget 2022 : શું તમે જાણો છો દેશનું પહેલું બજેટ રજૂ કરવાની તક ભારતીયને મળી ન હતી! જાણો દેશના બજેટનો રસપ્રદ ઇતિહાસ

દેશનું પહેલું બજેટ 161 વર્ષ પહેલાં રજુ થયું હતું દેશનું પહેલું બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ બ્રિટીશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું.

Budget 2022 : શું તમે જાણો છો દેશનું પહેલું બજેટ રજૂ કરવાની તક ભારતીયને મળી ન હતી! જાણો દેશના બજેટનો રસપ્રદ ઇતિહાસ
દેશનું પહેલું બજેટ બ્રિટીશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 10:45 AM

Budget 2022: 1 ફેબ્રુઆરીએ દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. બજેટ ઉપર દરેક ભારતીયોની નજર હોય છે. જે દરેક ક્ષેત્ર અને વર્ગના વિકાસ, લાભ અને પડનારા બોજની સ્થિતિને વર્ણવે છે. કોરોના મહામારીના કારણે આ આવર્ષનું બજેટ ખુબ મહત્વનું છે. આમતો દરેક દેશ બજેટ જાહેર કરે છે પરંતુ ભારતનો બજેટનો ઇતિહાસ અને પરંપરા બંને અનોખા છે.

દેશનું પહેલું બજેટ 162 વર્ષ પહેલાં રજુ થયું હતું દેશનું પહેલું બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ બ્રિટીશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું. આઝાદી પછીનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ દેશના પ્રથમ નાણાં પ્રધાન આર કે શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. આ બજેટ 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 ના સમયગાળા માટે હતું. 26 જાન્યુઆરી 1950 ના રોજ પ્રજાસત્તાકની સ્થાપના પછીનું પહેલું બજેટ જોન મથાઇએ 28 ફેબ્રુઆરી 1950 ના રોજ રજૂ કર્યું હતું.

બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી તે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવે છે અને ત્યારબાદ સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

બજેટ રજૂ થયા પછી શું થાય છે?

બજેટની રજૂઆત પછી તે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવું પડે છે. તે બંને ગૃહોમાંથી પસાર થયા પછી 1 એપ્રિલથી અમલમાં છે. આપણા દેશમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ છે.

બજેટની તૈયારી ૫ મહિના અગાઉથી શરૂ થાય છે

બજેટની તૈયારી 5 મહિના અગાઉથી શરૂ થાય છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન તમામ મંત્રાલયો, વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરિપત્રો મોકલે છે. જેમાં તેઓને આવતા નાણાકીય વર્ષ માટેના તેમના ખર્ચનો અંદાજ લગાવીને જરૂરી ફંડ્સ સૂચવવા કહેવામાં આવે છે.આ પછી ઓક્ટોબર -નવેમ્બરમાં નાણાં મંત્રાલયે અન્ય મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને કયા મંત્રાલય અથવા વિભાગને કેટલી ચૂકવણી કરવામાં આવે તે રકમનો નિર્ણય લે છે. બેઠક નક્કી થયા પછી બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે.

બજેટમાં સંકળાયેલા અધિકારીઓને બહારના વ્યક્તિ સાથે સંપર્કની મંજૂરી અપાતી નથી બજેટ દસ્તાવેજ બધું ફાઇનલ થયા પછી છાપવામાં આવે છે પરંતુ આ વખતે છાપકામ કરાયું નથી. નાણાં મંત્રાલયમાં બજેટ રજૂ થવાના આશરે એક અઠવાડિયા પહેલા હલવા વિધિ થાય છે જે કોરોનાના કારણે સ્થગિત કરાઈ છે. આ પછી સંબંધિત તમામ અધિકારીઓને નાણાં મંત્રાલયમાં રાખવામાં આવે છે અને કોઈ પણ બહારના વ્યક્તિનો સંપર્ક કરવાની મંજૂરી અપાતી નથી. બજેટ રજૂ થાય પછીજ આ અધિકારીઓને બહાર આવવાની છૂટ હોય છે.

આ પણ વાંચો :  Budget 2022: મોદી સરકારના 9 બજેટ : આમ આદમીને ક્યારે મળી ટેક્સમાં રાહત અને ક્યારે ઝીકાયો બોજ? જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલની કિંમત 90 ડોલરને પાર પહોંચી, જાણો આજે પેટ્રોલ – ડીઝલનો શું જાહેર થયો ભાવ?

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">