Shani Amavasya: શિવ અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થશે આ શનિ અમાવસ્યા એ , વાંચો શું કરશો ઉપાય
Shani Amavasya 2022 : શનિ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિદેવ આ દિવસે દરેક મુશ્કેલી દૂર કરે છે.

શ્રાવણ(Shravan) મહિનાનો છેલ્લો દિવસ શ્રાવણ વદ અમાસ જે 27 ઓગસ્ટ શનિવારે જ છે જેથી આ દિવસે શિવ અને શનિ (Shani maharaj)ની કૃપા એક સાથે પ્રાપ્ત થશે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જે ભક્તો એ શ્રાવણ માસ પર્યંત શિવ(Lord Shiva)ની આરાધના કરી છે એ હજુ પણ આજે પોતાની શક્તિ અને નિષ્ઠાથી આરાધના કરશે તેમને તેમની ભક્તિ અનુસાર આજ દિવસે ભગવાન શિવના આશીર્વાદ મળશે અને આ જ દિવસે અમાસ અને શનિવાર હોવાથી શનિ અમાવસ્યા શનિ ને ખુશ કરવા નો શ્રેષ્ઠ અવસર
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અમાવાસ્યા એ શનિ આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર કહેવાય કેમકે શનિ ને રાત્રી બલી કહ્યા છે અને અમાસ ને ગાઢ રાત્રી ગણી છે માટે શનિ અમાવસ્યા એ વિશેષ કૃપા કરે છે જેથી શાસ્ત્રનું માનીએ તો જેમને શનિની પનોતી ચાલતી હોય કે જેમની કુંડળીમાં શનિ અશુભ હોય નીચનો કે શત્રુ ક્ષેત્રી હોય અને પીડા આપતો હોય જેવીકે દગો ફટકો લડાઈ-ઝઘડા કોર્ટ-કચેરી નુકશાની લગ્ન વિલંબ કાર્યમાં રુકાવટ આ સમસ્યા હોય તેને શનિની પીડા કહેવાય તેમણે તો અવશ્ય શનિ અમાવસ્યા એ નિવારણ કરવું જોઈએ જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શનિ રાજામાંથી રંક અને રંક માંથી રાજા પણ બનાવે છે.
મુખ્યત્વે પનોતી જેઓને પણ અશુભ બનતી હોય તેને પણ મુખ્યત્વે ધન નાશ દેવું કર્જ ઘર-પરિવારમાં ક્લેસ ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ વેપાર ધંધા નોકરી મા રુકાવટ કે નુકસાન બાપદાદા ની જમીન જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે બંધનો આવે અચાનક સોદા રોકાઈ જાય કે ટુટી જાય , શારીરિક રીતે વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર ડાયાબિટીસ હાર્ટ પ્રોબ્લેમ પ્રોબ્લેમ જોઈન્ટ પ્રોબ્લેમ વા અન્ય માનસિક રોગો જેવી બાબતો પણ સંભવી શકે તે શરીરને કષ્ટ પીડા નિવારણ કરવા ખાસ આ દિવસે શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે
સૌથી પ્રથમ આ દિવસે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય
સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા ત્રણ હનુમાન ચાલીસા કરવા
એક શનિ બીજ મંત્ર ની માળા કરવી (પીડા નિવારણ ની પ્રાર્થના સાથેકોઈ પણ મંત્ર ની ૧ કે ૩ માળા કરવી)
ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ
ઓમ શં શનેશ્વરાય નામ:
હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ કે કાળા તલ અર્પણ કરવા
શનિ અમાવસ્યા એ ગરીબો ને દાન કરવું
પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાનું ગરીબોને દાન કરવું
ગરીબોને કાળા કામળા નું દાન કરવું
લોખંડના વાસણોનું દાન કરવું
કાળા અડદ કાળા તલ નું દાન કરવું
ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું
ગરીબ જરૂરિયાત વાળા લોકો પૈસા કે વસ્તુ આપી યથાશક્તિ મદદ કરવી
કૂતરાઓ ને ભોજન આપવું
કાગડાઓને ગઠીયા કે ભોજન આપવું
આવા ઉપાયો આ દિવસે સંકલ્પ કરી કરવા થી શનિ દેવ ખુશ થઇ કષ્ટો દૂર કરે છે
જેવો એ શ્રાવણ માસ સાધના ની પૂર્ણાહુતિ કરવાની છે તેઓએ પણ આ દિવસે સાધના પૂર્ણ થતી હોવાથી આ નિમિત્તે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન વસ્ત્રો અન્ય દાન પુણ્ય કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે)