પેટ્રોલ નહીં, પરંતુ પાણીથી ચાલશે આ સ્કૂટર, 1 લીટર ફ્યુઅલમાં દોડશે 55 કિલોમીટર
વોર્ડવિઝાર્ડે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ અને ઈલેક્ટ્રોલાઈઝર ટેક્નોલોજી પર ચાલતા પ્રથમ સ્કૂટરનું કન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યું હતું. આ સ્કૂટર ભવિષ્યમાં સ્વચ્છ અને કાર્યક્ષમ ગતિશીલતાનો પાયો નાખી શકે છે, પરંતુ હાલમાં તે સંશોધન અને વિકાસના તબક્કામાં છે.
પેટ્રોલની વધતી કિંમત અને તેની મર્યાદાને કારણે સમગ્ર વિશ્વમાં તેના વિકલ્પની શોધ કરવામાં આવી રહી છે. પેટ્રોલ વાહનોના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક પણ બજારમાં આવ્યા છે, પરંતુ તેમની ઓછી રેન્જ અને ચાર્જિંગમાં લાગતા વધુ સમયના કારણે તેમને વધારે મહત્વ આપવામાં આવતું નથી.
આવી સ્થિતિમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં ચોક્કસપણે આશાનું કિરણ જોવા મળ્યું છે, જે ના તો ઇલેક્ટ્રિક વાહન છે અને ના તો પેટ્રોલ-ડીઝલથી ચાલતું વાહન. વોર્ડવિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડે આ એક્સપોમાં હાઇડ્રોજનથી ચાલતા સ્કૂટરનું પ્રદર્શન કર્યું છે. જે એક લિટર ફ્યુઅલમાં 55 કિમીની રેન્જ આપે છે. આ સિવાય આ સ્કૂટરમાં પેડલ પણ આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ જરૂર પડ્યે સાઈકલની જેમ કરી શકાય છે.
હાઇડ્રોજન ઇંધણવાળું સ્કૂટર કેવી રીતે કામ કરે છે?
વોર્ડવિઝાર્ડે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ અને ઈલેક્ટ્રોલાઈઝર ટેક્નોલોજી પર ચાલતા પ્રથમ સ્કૂટરનું કન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યું હતું. આ સ્કૂટર ભવિષ્યમાં સ્વચ્છ અને કાર્યક્ષમ ગતિશીલતાનો પાયો નાખી શકે છે, પરંતુ હાલમાં તે સંશોધન અને વિકાસના તબક્કામાં છે. પરંતુ હાઇડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ કન્સેપ્ટ આગામી પેઢીના યુઝર્સ માટે યુટિલિટી વાહનોમાં મોટી ભૂમિકા ભજવશે. કંપનીએ તાજેતરમાં A&S પાવર સાથે પણ ભાગીદારી કરી છે. જેના દ્વારા કંપની નેક્સ્ટ જનરેશન લિ-આયન સેલ ટેકનોલોજી અને GAJA સેલ પર કામ કરશે.
Truly #MadeOfStarStuff. The Joy e-bike Hydrogen Vehicle Prototype, at Bharat Mobility . .#Joyebike #BharatKaJoy#HydrogenFuture #HydrogenVehicle #Unveiled#Bharatmobilityglobalexpo #Bharatmobility2024#Smarttransportation #Sustainablemobility#Futureofmobility pic.twitter.com/2njMkqIyFO
— Joy E-Bike (@joy_ebike) February 2, 2024
આ સ્કૂટરને ચલાવવા માટે ડિસ્ટિલ્ડ વોટરની જરૂર પડે છે. એક લીટરડિસ્ટિલ્ડ વોટરની મદદથી આ સ્કૂટરને 55 કિમી સુધી ચલાવી શકાય છે. સાથે જ સ્કૂટરમાં ઈમરજન્સીમાં ઉપયોગ માટે પેડલ પણ આપવામાં આવ્યા છે, જેના કારણે તેનો ઉપયોગ સાઈકલની જેમ પણ કરી શકાય છે.
આ પણ વાંચો Electric Road : રસ્તા પર ચાલતી વખતે આપોઆપ ચાર્જ થશે ઈલેક્ટ્રિક વાહન, આ રાજ્યને મળશે સૌપ્રથમ સુવિધા