ગુજરાતના બોર્ડના પરીણામ અંગે અખીલેશની પોસ્ટ પર વિફર્યા શિક્ષણ રાજ્યમંત્રી, કહ્યુ હજુ પરિણામ જ જાહેર થવાનુ બાકી
ગુજરાત બોર્ડની પરિણામ અંગે અખીલેશ યાદવે પોસ્ટ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા તેમના પર વિફર્યા છે અને અખીલેશની પોસ્ટને તેમણે ભ્રામક ગણાવતા કહ્યુ કે ગુજરાતમાં હજુ બોર્ડનું પરિણામ જ જાહેર થવાનું બાકી છે.
ગુજરાત બોર્ડના પરીણામ અંગે યુપીના પૂર્વ સીએમ અને સપા સુપ્રીમો અખીલેશ યાદવે એક સોશિયલ મીડિયો પોસ્ટ કરતા વિવાદનો મધપૂડો છેડાયો છે. તેમણે કોઈ મીડિયા સંસ્થાનનો હવાલો આપતા પોસ્ટ શેર કરી છે. જેમા ઉલ્લેખ કરાયો છે કે ગુજરાતની 157 સ્કૂલોમાં બોર્ડની પરીક્ષામાં એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી. અખીલેશની આ પોસ્ટ બાદ ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા વિફર્યા છે અને તેમણે અખીલેશને આડે હાથે લીધા. તેમણે અખિલેશની પોસ્ટને નિષ્ફળ નેતાનો ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયાસ ગણાવી. પાનસેરિયાએ શિક્ષણને રાજકારણથી પર ગણાવતા અખીલેશને સલાહ આપી કે વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટા રાજકીય સ્ટંટ ન કરો. ગુજરાતમાં હજુ ધોરણ 10નું પરિણામ જ જાહેર થવાનુ બાકી છે. વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોને આવા ખોટી, ભ્રામક માહિતીથી સતર્ક રહેવા પણ પાનસેરિયાએ સૂચન કર્યુ છે. વધુમાં તેમણે એ પણ પ્રહાર કર્યો યુપી અને દેશની જાગૃત જનતાએ આવા નક્લી નેતાઓને જાકારો આપ્યો છે.
આ તરફ આ વિવાદમાં કોંગ્રેસે પણ ઝુકાવ્યુ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે ગુજરાતના શિક્ષણ અંગે થયેલા દાવાને સત્ય અને વાસ્તવિક ગણાવતા કહ્યુ ગુજરાતમાં સરકારી શિક્ષણની એક ઉત્તમ પરંપરા હતી. પરંતુ ભાજપની સરકારમાં એ પરંપરા તૂટી અને ખાનગીકરણને વેગ મળ્યો છે. ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ છે. વાલીઓ તેમના સંતાનોને ઉંચી ફી ભરીને ખાનગી શાળામાં ભણાવવા મજબૂર છે. રાજ્યમાં શાાઓ અને શિક્ષકોની સંખ્યા પણ ઘટી રહી છે. કચ્થ અને આદિવાસી વિસ્તારોમાં એક જ શિક્ષણવાળી અનેક શાળાઓ ગુજરાતમાં હોવાનું શક્તિસિંહે જણાવ્યુ.
Input Credit- Baldev Suthar, Narendra Rathod