Gujarati Video : ભરૂચ – નર્મદાના વનવિસ્તારમાં કેસરિયા ખજાનાની અખૂટ સંપત્તિ, હોળી પૂર્વે અહીં વન આકર્ષણ ઉભું કરે છે
Holi 2023 : ફાગણમાં સોળે કળાએ ખીલેલો નયનરમ્ય કેસૂડો હોળીનો પ્રાકૃતિક રંગ છે . કેસુડો આયુર્વેદની દ્રષ્ટિએ પણ ગુણકારી છે. તેનો હોળી-ધૂળેટીમાં રંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેસૂડાનું પાણી પણ ઉત્તમકારી છે જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે તેમ સાંભળવામાં આવ્યું છે.

Holi 2023 : ભરૂચ નર્મદા જિલ્લાના વનક્ષેત્રને કેસુડાના ફૂલનો ખજાનો માનવામાં આવે છે. ફાગણ માસમાં આ બે જીલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ઠેરઠેર કેસુડાના ફુલોથી વૃક્ષ છવાયેલા રહે છે. ઔષધીય દ્રષ્ટિએ કેસુડાના ફુલ ખુબ મહત્વ ધરાવતા હોવાથી તે વનવાસીઓ માટે આજીવિકાનું સાધન પણ બને છે. ચામડી સબંધીત રોગો તેમજ ત્વચાને સ્વચ્છ રાખવા સાઈટ કેસુડાના ફૂલ ઘણા ઉપયોગી છે. હોળીના પૂરવ અગાઉ કેસૂડાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. અનાદીકાળથી કેસુડાના ફુલો અને તેમાંથી બનાવેલા રંગોથી હોળી અને ધુળેટી ઉજવવાની પરંપરા રહેલી છે. હોળીના તહેવાર ટાણે બજારમાં તેની સારી માંગ રહે છે. તેના પાનનો ઉપયોગ પહેલા જમવા માટેના પડીયા પતરાળા બનાવવામાં થતો હતો. કેસુડાનુ મુલ્યવર્ધન કરીને ધણી કંપનીઓ તેમાથી સોંદર્ય પ્રસાધન ઔષધિઓ બનાવતી હોવાથી કેસુડાના ફુલોનું સારૂ બજારૂ ઉપલબ્ધ છે.
ઉનાળામાં સૂકાભંઠ વનક્ષેત્રમાં કેસરી ફૂલોવાળા વૃક્ષ તમારુ અવશ્ય ધ્યાન ખેંચ્યુ હશે. આ સુંદર ફૂલ કેસૂડાના હોય છે. કેસૂડાના ફૂલ ઔષધ છે. ગરમીથી બચવા ઉપરાંત અનેક રોગોમાં તે રામબાણ ઈલાજ છે. ઉનાળો શરૂ થતા સાથે જ બજારમાં મળવા માંડતા આ ફૂલનો તમે અનેક રોગોમાં અસરકારક ઘરેલુ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છો. ઉનાળામાં કેસૂડાના ફૂલને આખી રાત પાણીમાં પલાળીને સવારે આ પાણી ગાળી તે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં ઠંડક વળે છે અને ઉનાળામાં પણ ત્વચા પર ગરમીની અસર ઓછી થાય છે.
ફાગણમાં સોળે કળાએ ખીલેલો નયનરમ્ય કેસૂડો હોળીનો પ્રાકૃતિક રંગ છે . કેસુડો આયુર્વેદની દ્રષ્ટિએ પણ ગુણકારી છે. તેનો હોળી-ધૂળેટીમાં રંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેસૂડાનું પાણી પણ ઉત્તમકારી છે જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે તેમ સાંભળવામાં આવ્યું છે. હાલ ગુજરાતમાં ભરૂચ -નર્મદા જિલ્લામાં ઠેર-ઠેર કેસૂડો લહેરાતો જોવા મળી રહ્યો છે. વનવાસીસમાજના પૂર્વજોએ દરેક વનસ્પતિના ઔષધિય ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધા હતા. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારૂ રહે.
વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલે ઉઠે છે
કવિઓએ જેને પોતાની કવિતામાં ઢાળી છે અને ફાગણમાં જ્યારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે ત્યારે કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે. રંગોનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે આ સાથે કેસૂડો પણ ખીલી ઉઠ્યો છે. આદિવાસી પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસૂડાના વૃક્ષને જોવાનો લાહવો પણ અનેરો છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલી ઉઠે છે.
કેસુડા વગર અધુરી ધૂળેટી માનવામાં આવે છે
કેસુડાના સુંદર ફૂલો વગર ધૂળેટી અધૂરી છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આ પરંપરાને આજે પણ અંતરિયાળ ગામોમાં રહેતા આદિવાસી લોકો નિભાવી રહ્યા છે.