Gujarat Toll Tax Increase : ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, વાહન પ્રમાણે જાણો નવા દર
1 લી એપ્રિલથી ભારતના નેશનલ અને રાજ્ય હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. NHAI દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધીના તમામ વાહનો માટે ટોલ ફીમાં ₹5 થી ₹40 સુધીનો વધારો કરાયો છે.

Toll Tax Increase: નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો લાગુ થશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં ₹5 થી ₹40 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર અમલમાં આવશે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી:
- કાર અને જીપ જેવા લઘુવાહનો માટે ₹135ના બદલે હવે ₹140 ચૂકવવા પડશે.
- બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલની રકમ ₹465ના બદલે ₹480 થશે.
નેશનલ હાઇવે 48 પર પણ ટોલમાં વધારો:
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત
- વડોદરા થી આણંદ સુધી કારમાં મુસાફરી માટે હવે ₹50ના બદલે ₹55 ટોલ ચૂકવવો પડશે.
- વડોદરા થી નડિયાદ સુધીનો ટોલ ₹70ના બદલે ₹75 થઈ જશે.
- રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટે ટોલની ફી ₹110 થશે, જ્યારે વાસદ થી વડોદરા સુધી કાર અને જીપ માટે હવે ₹160 ટોલ વસૂલવામાં આવશે.
- ભરથાણા ટોલ પ્લાઝા પર પણ કાર અને જીપ માટે ટોલ ફી ₹155ની જગ્યાએ ₹160 થઈ જશે.
વાહન પ્રમાણે નવા ટોલ દર:
- કાર/જીપ: ₹135ના બદલે ₹140, રિટર્ન ટોલ માટે ₹205ના બદલે ₹215
- LCV (લાઈટ કોમર્શિયલ વ્હીકલ): ₹220ના બદલે ₹230, રિટર્ન ટોલ માટે ₹330ના બદલે ₹345
- બસ/ટ્રક: ₹465ના બદલે ₹480, રિટર્ન ટોલ માટે ₹720ના બદલે ₹760
બોરિયાચ ટોલ પ્લાઝા પર પણ વધારો:
- લાઈટ મોટર વ્હીકલ: ₹115ના બદલે ₹120
- કોમર્શિયલ વ્હીકલ: ₹190ના બદલે ₹195
- બસ/ટ્રક: ₹395ના બદલે ₹410
- મલ્ટી એક્સલ વ્હીકલ: ₹620ના બદલે ₹640
- મોટા વાહનો: ₹755ના બદલે ₹780
નવા દરો 1 એપ્રિલથી અમલમાં આવશે: આમ, 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં થયેલા આ નવા વધારાથી મુસાફરી ખર્ચમાં વધારો થશે, જે મોંઘવારીના સમયમાં વાહનચાલકો માટે વધુ એક બોજ સાબિત થઈ શકે છે.