Lathmar Holi 2023: બરસાનામાં લઠ્ઠમાર હોળીની તૈયારી શરુ, જાણો કેવી રીતે શરુ થઈ પરંપરા
આ દિવસે સ્ત્રીઓ પુરૂષો પર લાકડીઓ વરસાવે છે અને દરેક વ્યક્તિ ખુશીથી આ પરંપરા અનુસાર ઊજવણી કરે છે. જાણો બરસાનાની લઠ્ઠમાર હોળી કેમ ઉજવવામાં આવે છે અને તેની પાછળ શું છે પરંપરા.
ભારત તહેવારોને દેશ છે અહીં દરેક તહેવાર ધામધૂમથી સાથે મળીને ઉજવવામાં આવે છે. હાલ ભારતમાં હોળી અને ધૂળેટીના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 7 અને 8 માર્ચે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવાશે. પણ કૃષ્ણ નગરી મથુરા અને તેના આસપાસના વિસ્તારોમાં 10-15 દિવસ પહેલા જ તહેવારની ઊજવણી શરુ થઈ જાય છે. મથુરા, વૃંદાવન અને બરસાનામાં થતા હોળી-ધૂળેટીના ઉત્સવની વાત જ કઈ અલગ હોય છે.
રાધાના જન્મસ્થળ બરસાનામાં રમાતી લઠ્ઠમાર અને લડ્ડૂ હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. આજે 27 ફેબ્રુઆરીએ ત્યા લડ્ડૂ હોળી રમાશે, જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ ભટ્ઠમાર હોળી રમાશે. આ ઉત્સવ જોવા માટે દેશ-વિદેશથી લોકો મથુરા અને બરસાના પહોંચે છે. અહીં ફૂલ, રંગ-ગુલાલાથી હોળી-ધૂળેટીની ઉજવણી થાય છે. ઉત્સવ દરમિયાન લોકો બધુ છોડીને રાધા-કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જતા હોય છે.
હોળીના આ તહેવારમાં એક દિવસ લથમાર હોળી રમવામાં આવે છે. તેના માટેની તૈયારીઓ પણ મથુરા, વૃંદાવન અને બરસાનામાં શરુ થઈ ગઈ છે. આ દિવસે સ્ત્રીઓ પુરૂષો પર લાકડીઓ વરસાવે છે અને દરેક વ્યક્તિ ખુશીથી આ પરંપરા અનુસાર ઊજવણી કરે છે. જાણો બરસાનાની લઠ્ઠમાર હોળી કેમ ઉજવવામાં આવે છે અને તેની પાછળ શું છે પરંપરા.
5000 વર્ષ જૂની છે લઠ્ઠમાર હોળીની પરંપરા
#WATCH Women beat men with sticks as part of ‘Lathmar Holi’ celebrations in Barsana, Mathura district, earlier today pic.twitter.com/ouYDkoIZgF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2021
પૌરાણિક કથા અનુસાર, લઠ્ઠમાર હોળી દ્વાપર યુગથી શરૂ થઈ હતી. નંદગાંવનો કન્હૈયા તેના મિત્રો સાથે રાધા રાનીના ગામ બરસાના જતો હતો. બીજી બાજુ રાધા રાણી અને ગોપીઓ શ્રી કૃષ્ણ અને તેમના મિત્રોની તોફાનોથી પરેશાન થઈને તેમને પાઠ શીખવવા માટે લાઠીઓ વરસાવતા હતા. આવી સ્થિતિમાં કાન્હા અને તેના મિત્રો પોતાને બચાવવા માટે ઢાલનો ઉપયોગ કરે છે. આ રીતે ધીમે ધીમે આ પરંપરા શરૂ થઈ છે, જે બરસાનામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
લઠ્ઠમાર હોળી માટે આપવામા આવે છે આમંત્રણ ?
બરસાના અને નંદગાંવના લોકો વચ્ચે લથમાર હોળી રમવામાં આવે છે. ફાગને લથમાર હોળીના એક દિવસ પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતીયોની આસ્થાને કારણે આજે પણ આ પરંપરા ચાલું છે.