રિક્શાવાળાની ફટાકેદાર અંગ્રેજી સાંભળી ફિરંગી થયા આશ્ચર્યચકિત, યુઝર્સે કહ્યું – આ ભાઈ તો જોરદાર છે !
ભારતમાં ટેલેન્ટની અછત નથી. આજે દરેક ઘરમાં એક એવો વ્યક્તિ હોય જ છે જે કોઈ યુનિક ટેલેન્ટ ધરાવે છે. સોશિયલ મીડિયા પર એક રિક્શાવાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે દંગ રહી જશો.
![રિક્શાવાળાની ફટાકેદાર અંગ્રેજી સાંભળી ફિરંગી થયા આશ્ચર્યચકિત, યુઝર્સે કહ્યું - આ ભાઈ તો જોરદાર છે !](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/Viral-video-22.jpg?w=1280)
સામાન્ય રીતે રિક્શાવાળા, શાકભાજીવાળા કે મજૂરને આપણે ઓછું ભણેલા કે અભણ સમજવામાં આવે છે. પણ કેટલીકવાળા આવા જ લોકો શિક્ષિત લોકો કરતા વધારે કમાતા અને બુદ્ધિવાળા જોવા મળે છે. હાલમાં દિલ્હીના રિક્શાવાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિક્શાવાળો ફટાકેદાર અંગ્રેજી બોલતો જોવા મળે છે.
કેટલીક મિનિટોમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં રિક્શાવાળો વિદેશી પર્યટકોને અંગ્રેજીમાં દિલ્હીના વિસ્તારો વિશે જાણકારી આપતા જોવા મળે છે. તમે ક્યારેય કોઈ રિક્શાવાળાને આવુ અંગ્રેજી બોલતા નહીં જોયો હોય.
ફટાકેદાર અંગ્રેજી બોલતા રિક્શાવાળાનો વીડિયો થયો વાયરલ
Instagram પર આ પોસ્ટ જુઓ
વીડિયોમાં જોઈ શકાય છે કે તૂટેલી-ફૂટેલી અંગ્રેજીમાં રિક્શાવાળો હિંમતથી વિદેશી પર્યટકોને દંગ કરતો જોવા મળે છે. તે વિદેશી પર્યટકોને જામા મસ્ઝિદ બતાવવા લઈ જાય છે. એક સમયે તે રિક્શાવાળો પર્યટકોને સવાલ કરે છે કે તેઓએ સમજ પડે છે ને ? તેના પર વિદેશી કપલ હકારમાં જવાબ આપે છે. ત્યારબાદ રિક્શાવાળો બંનેનો આભાર માનીને તેમને પૂછે છે કે તે બંને ક્યાંથી છે ? તેના પર આ કપલ જવાબ આપે છે કે તેઓ બ્રિટેનથી છે.
ઈન્સ્ટાગ્રામ પર memecentral.teb એકાઉન્ટ પરથી વીડિયો શેર કરતી વખતે યુઝરે લખ્યું છે કે, આ વ્યક્તિ મારા કરતા ઘણી સારી અંગ્રેજી બોલે છે. થોડા કલાકો પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે, જ્યારે કોમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયાઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરી છે, એટલે જ ભારત નવા નિશાળીયા માટે નથી.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રાજકોટ ટેસ્ટમાંથી વધુ એક સ્ટાર ખેલાડી બહાર, 8 મેચમાં 5 સદી ફટકારનારને મળ્યું સ્થાન