ખતરનાક કોમ્બિનેશન…! વ્યક્તિએ આ વસ્તુ નાખીને બનાવી Maggi, લોકોએ પૂછ્યું- આ ક્યું ઝેર બનાવ્યું?
મેગીની આ વિચિત્ર રેસીપી ઈન્સ્ટાગ્રામ પર hnvstreetfood નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ભારતના ઈતિહાસમાં પહેલીવાર આવી મેગી રજૂ કરવામાં આવી છે. કેટલાક યુઝર્સે આ રેસિપીને ઝેર ગણાવી છે, જ્યારે એક યુઝરે કોમેન્ટ કરી છે કે, એવું લાગે છે કે આ વ્યક્તિ કોરોના ફેલાવ્યા પછી જ જંપશે.

તરત જ તૈયાર કરવામાં આવતી મેગી એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મનપસંદ ખાદ્ય પદાર્થોમાંથી એક છે. આ જ કારણ છે કે મેગી નૂડલ્સ સાથે તમામ પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે. પરંતુ હવે એક સ્ટ્રીટ વેન્ડરે ફ્લેવર્સ અને ફ્યુઝનના નામે મેગી પર એવો પ્રયોગ કર્યો છે કે વીડિયો જોયા પછી ઈન્ટરનેટ પબ્લિક હેરાન થઈ જાય છે. લોકો ફેરિયાઓને કોસતા કહે છે કે આ મેગી પર અત્યાચાર નથી તો બીજું શું છે?
અત્યાર સુધીમાં તમે મેગી નૂડલ્સના તમામ પ્રકારના પ્રયોગો જોયા જ હશે. કેટલાક લોકો મેગીની સાથે ચોકલેટનું કોમ્બિનેશન કરે છે. પરંતુ મેગી પ્રેમીઓની ધીરજ ત્યારે તૂટી ગઈ જ્યારે લારી વાળાએ તેને કોલ્ડ ડ્રિંગ્સ સાથે રાંધવાનું શરૂ કર્યું. હવે આવો જ એક વિચિત્ર પ્રયોગ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વિક્રેતા કોફી સાથે મેગી સર્વ કરતા જોવા મળે છે.
ફૂડ બ્લોગરે પણ માથું પકડી લીધું
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લારી વાળો પહેલા એક તપેલીમાં દૂધ ઉકાળે છે. પછી તે તેમાં મેગી નૂડલ્સ ઉમેરે છે. આ પછી તેમાં સમારેલા શાકભાજી અને મેગી મસાલો નાખીને બરાબર પકાવે છે. આ અત્યાચાર ત્યારે હદ ઓળંગી ગયો જ્યારે લારી વાળાએ ઉકળતી મેગીમાં કોફીનો વધારે પાવડર ભેળવ્યો. હા, તમે બરાબર વાંચ્યું છે. આ જોઈને ફૂડ બ્લોગર પણ માથું પકડી લે છે.
કોફી સાથે મેગીનો વીડિયો અહીં જુઓ
View this post on Instagram
(Credit Source : Hnv Street Food)
મેગીની આ વિચિત્ર રેસીપી ઈન્સ્ટાગ્રામ પર hnvstreetfood નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. યુઝરે લખ્યું છે કે, ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોફી સાથે મેગી. પોસ્ટને અત્યાર સુધીમાં સાડા ત્રણ હજારથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ દુકાનદારને નીંદા કરી રહ્યો છે.
એક યુઝરે લખ્યું છે કે, તે દિવસ દૂર નથી જ્યારે તેઓ હાર્પિક સાથે મેગી પણ બનાવવાનું શરૂ કરશે. જ્યારે અન્ય યુઝર કહે છે કે, આ મેગી રાંધવામાં આવી છે કે ઝેર? અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે, આ વ્યક્તિ કોરોના ફેલાવવાને જ જંપશે.