મેરા દિલ યે પુકારે ગીત પર છોકરીના ક્યૂટ ડાન્સે લોકોનું દિલ જીતી લીધું, લોકોએ કહ્યું Amazing
'મેરા દિલ યે પુકારે આજા' ગીત પર એક છોકરીના ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધો છે. આ વીડિયોને લગભગ 15 લાખ લોકોએ લાઈક કર્યો છે. છોકરીના ક્યૂટ લુક્સ સામે પાકિસ્તાની યુવતી આયેશા પણ ફિક્કી પડી!
સોશિયલ મીડિય પર હાલમાં લતા મંગેશકરનું ગીત મેરા દિલ યે પુકારે આજાનું રીમિક્સ વર્ઝને ખુબ ધમાલ મચાવી છે. સામાન્ય માણસ થી લઈ સેલિબ્રિટિ સ્ટાર સૌ કોઈ આ ગતી પર રીલ બનાવી શેર કરી રહ્યા છે. આ ત્યારથી ટ્રેન્ડિંગમાં આવ્યું જ્યારે ઈન્ટરનેટ પર પાકિસ્તાનની આયશા નામની એક છોકરીનો ડાનસ વીડિયો વાયરલ થયો હતો. જેમાં છોકરીએ મેરા દિલ એ પુકારે આજા ગીત પર ઠુમકા લગાવી રહ્યા છે. છોકરીના સૌ કોઈ દિવાના પણ થયા છે. હવે આ ગીત પર એક બાળકીનો ડાન્સ વીડિયો સામે આવ્યો છે. જેણે લોકોનું દિલ જીતી લીધું છે.
પાકિસ્તાની ગર્લ આયશા પણ ફિક્કી પડી
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બાળકી ગુલાબી રંગનું ટોપ અને બ્લુ જીન્સમાં ડાન્સ કરતી જોવા મળી છે. આ નાનકડી છોકરીએ ટ્રેડિંગ ટાન્સ સ્ટેપ જોરદાર રીતે કર્યા છે. પાકિસ્તાની ગર્લ આયશા પણ આની સામે ફિક્કી લાગે છે, મેરા દિલ એ પુકારે ગીત 1954માં આવેલી ફિલ્મ નાગિનનું છે. આ ગીત વૈજયંતી માલા અને પ્રદિપ કુમાર પર ફિલ્માવવામાં આવ્યું હતુ. હવે દર્શકો બાદ તેનું રિમિક્સ વર્ઝન ચર્ચામાં છે.
View this post on Instagram
વીડિયો ટ્રેન્ડ થઈ રહ્યો છે
બાળકીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર kathashinde નામના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. 7 ડિસેમ્બરના રોજ આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારથી વીડિયો ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ ગીતને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જેને જોઈ અંદાજો લગાવી શકાય છે કે, આ વીડિયોને અત્યારસુધી અંદાજે 15 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે. વીડિયો પર ખુબ કોમેન્ટ કરી પ્રેમ વરસાવી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, બાળકી એ કમાલનો ડાન્સ કર્યો છે. બીજા યુઝરે કહ્યું આ ટ્રેન્ડિંગ વીડિયોનો સૌથી ક્યુટ વીડિયો છે. બીજા યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, અલે મેલી મોટો. અમેઝિંગ કર્યું. એકંદરે, છોકરીએ મોટાભાગના લોકોના દિલ જીતી લીધા છે.