પાકિસ્તાની છોકરીએ ડાન્સ કરીને ધૂમ મચાવી, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Meera Kansagara

Updated on: Nov 29, 2022 | 7:32 AM

પાકિસ્તાની છોકરીએ આ ધમાકેદાર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ asif_daddy પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં ઘણાં વ્યૂઝ મળી ચૂક્યા છે. જો કે કેટલાક લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

પાકિસ્તાની છોકરીએ ડાન્સ કરીને ધૂમ મચાવી, લોકોએ આપી આવી પ્રતિક્રિયા
Dance video

કહેવાય છે કે સંગીતની કોઈ સીમા હોતી નથી. તેને કોઈ રોકી નથી શકતું. તે સાત સમંદર પાર પણ જઈ શકે છે. લોકો સંગીત પાછળ દિવાના હોય છે. જેવી રીતે ભારત અને પાકિસ્તાનના રસ્તાથી તમે લોકો જાણીતા જ છો. ભલે બંન્ને દેશો વચ્ચે કોઈ કોઈ બાબત ને લઈને કોઈ મતભેદ હોય શકે. પણ સંગીત સાથે સારો રસ્તો છે. જે આ ટેન્શનનો અંત લાવે છે અને સંબંધના દોરને બાંધી રાખે છે. પાકિસ્તાનમાં પણ લોકો ભારતીય ગીતોને ખૂબ પસંદ કરે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું, જ્યારે એક પાકિસ્તાની છોકરીએ લતા મંગેશકરના ગીત ‘મેરા દિલ યે પુકારે આજા..’ પર ડાન્સ કરીને હલચલ મચાવી દીધી. હવે આ છોકરીનો વધુ એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વખતે આ પાકિસ્તાની યુવતીએ જગજીત સિંહના ગીત ‘દિવા બલે સારી રાત’ના ફિમેલ રિમિક્સ વર્ઝન પર ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. તેના ડાન્સ મૂવ્સ જોઈને ફરી એકવાર લોકોના દિલ દિવાના થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન જેવો માહોલ છે અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે અને યુવતી તેની કમર હલાવી રહી છે. તેના ડાન્સ મૂવ્સ શાનદાર છે એટલું જ નહીં, તેના એક્સપ્રેશન્સ પણ અદ્ભુત આપી રહી છે, જેને જોઈને કોઈપણ છોકરી તેના ડાન્સ અને એક્સપ્રેશનના દિવાના થઈ જાય છે. ચોક્કસ તમને પણ આ ડાન્સ વીડિયો ગમશે.

જુઓ છોકરીઓનો ડાન્સ વીડિયો….

View this post on Instagram

A post shared by Saeed Asif (@asif_daddy)

તમને જણાવી દઈએ કે, છોકરાનું નામ આયશા છે અને ખાસ વાત તો એ છે કે છોકરીએ પોતાના છેલ્લા ડાન્સમાં પણ લુઝ કુરતી અને પેન્ટ પહેર્યું હતું. આ વીડિયોમાં પણ તે સરખો જ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

પાકિસ્તાની છોકરીએ આ સુંદર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ asif_daddy પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં ઘણાં વ્યૂઝ મળી ચૂક્યા છે. જો કે કેટલાક લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝર્સ લખે છે કે, આજ તમારા બધા જ વીડિયો જોઈ લઈશ, તો બીજો એક યુઝર્સ કહે છે કે, હૈં…..આ ક્યાં પહોંચી ગયા. આ જ રીતે ઘણા યુઝર્સે પોતાના અંદાજમાં કમેન્ટ્સ કરીને લખ્યું છે, ભાઈ ભારતમાંથી ચાંદ ચાલ્યો ગયો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati