છોકરાએ મેટ્રોમાં ગીત શરૂ કરતા જ મુસાફરોએ સુરમાં સુર મેળવ્યા, જુઓ વાયરલ વીડિયો
આ વીડિયોમાં એક છોકરો ટ્રેનની અંદર જોઈ શકાય છે. છોકરાએ મેટ્રોની અંદર ગીત ગાતા જોઈ બાકીના પેસેન્જરો પોતાને રોકી ન શક્યા અને તેઓ પણ છોકરા સાથે સૂરમાં ગાવા લાગ્યા.

viral video : ઈન્ટરનેટ પર ઘણીવાર કંઈક એવું જોવા મળે છે, જેને જોઈને કાં તો આશ્ચર્યથી આંખો ખુલ્લી રહી જાય છે અથવા તો વિચિત્ર નજારો જોઈને લોકો ચુપ થઈ જાય છે. હાલમાં જ મેટ્રોની અંદરનો આવો જ એક વીડિયો ખૂબ વાયરલ (viral video) થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક છોકરો ટ્રેનની અંદર ગીત ગાતો જોઈ શકાય છે. ટ્રેનના બાકીના પેસેન્જરો પોતાની જાતને રોકી ન શક્યા અને તેઓ પણ છોકરા સાથે સૂરમાં ગાવા લાગ્યા.
આ વીડિયોને 2 લાખ 43 હજારથી વધુ લાઈક્સ મળી
તમને જણાવી દઈએ કે, આ વીડિયો બોલિવૂડ સિંગર નેહા કક્કરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરા પાસે ગિટાર છે અને તે મેટ્રોમાં છે. પછી તે હેન્ડલ પર ઈન્ડિયન આઈડલની જાહેરાત જુએ છે, જેના પર માઈક બનેલું છે. તે તેના પાર્ટનરને પૂછે છે ‘ગાઉ ક્યા’, ત્યારબાદ તે ‘કેસરિયા’ ગીત ગાય છે. શરૂઆતમાં તો બધા તેને જોતા જ રહે છે, પણ પછી બધા તેને સપોર્ટ કરવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 43 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
View this post on Instagram
વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, આને કહેવાય માહોલ બનાવવો. અન્ય લખ્યું દિલ જીત લીધુ, લોકો આ વીડિયોને લાઈક આપી રહ્યા છે.
આ શો ક્યારે અને ક્યાં જોઈ શકશો
ઈન્ડિયન આઈડલ સીઝન 13 દર્શકો આજથી ટીવી સ્ક્રીન પર દર શનિવાર-રવિવારે રાત્રે 8 વાગ્યે સોની ટીવી પર જોઈ શકો છો. ટીવી સિવાય તેને OTT પ્લેટફોર્મ પર પણ જોઈ શકાય છે. ઇન્ડિયન આઇડોલને લાઇવ જોવા અથવા સોની લિવ પર રેકોર્ડ કરવા માટે, દર્શકોએ તેનું પેઇડ સબ્સ્ક્રિપ્શન હોવું આવશ્યક છે.
આ શોએ પવનદીપ રાજનનું જીવન બદલી નાખ્યું
ઈન્ડિયન આઈડલ સીઝન 12 ના વિજેતા પવનદીપનું જીવન આ શો સાથે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ઉત્તરાખંડના સિંગર પવનદીપ રાજનને આ શોના કારણે ઘરે-ઘરે ઓળખ મળી છે.