ગજબનો કેમેરામેન ! સાપની જેમ આળોટીને કર્યું રેકોર્ડિંગ, જુઓ આ Funny Viral Video
આ વાયરલ (Viral Video)ક્લિપ જોઈને ઘણા લોકો હસવાનું રોકી શક્યા નથી, જ્યારે કેટલાક આ કેમેરામેનને જોઈને પ્રભાવિત પણ થયા છે. આ યાદીમાં એક IAS પણ સામેલ છે. જુઓ આ ફની વાયરલ વીડિયો.
જો કે તમે પાર્ટી-ફંક્શનમાં ઘણા ક્રિએટિવ ફોટોગ્રાફર્સ જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય આવા કેમેરામેન જોયા છે જે સાપની જેમ જમીન પર સુઈને રેકોર્ડિંગ કરે છે. જો ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો. સોશિયલ મીડિયા (Social Media)ની ‘દુનિયા’માં આ દિવસોમાં આવા જ એક કેમેરામેનનો એક વીડિયો ભારે ખળભળાટ મચાવી રહ્યો છે. આ વાયરલ (Viral Video)ક્લિપ જોઈને ઘણા લોકો હસવાનું રોકી શક્યા નથી, જ્યારે કેટલાક આ કેમેરામેનને જોઈને પ્રભાવિત પણ થયા છે. આ યાદીમાં એક IAS પણ સામેલ છે.
વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે કોઈ પાર્ટી-ફંક્શનનો હોઈ શકે છે. વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક બાળક ખૂબ જ અનોખા અંદાજમાં ફોન પર વીડિયો રેકોર્ડ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બાળક જમીન પર સાપની જેમ આળોટે છે અને ફોન પર અલગ-અલગ એંગલથી રેકોર્ડ કરી રહ્યો છે. મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી રહેલા આ બાળકને જોઈને તમને હસવું આવશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે તે ખૂબ જ ફોકસ્ડ છે અને પોતાનું કામ કરી રહ્યો છે.
अद्भुत कैमरामैन. pic.twitter.com/TsqD2hz1q1
— Awanish Sharan (@AwanishSharan) August 28, 2022
સાપની જેમ ફરતો વીડિયો રેકોર્ડ કરનાર આ બાળકનો વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું, ‘અમેઝિંગ કેમેરામેન.’ માત્ર 15 સેકન્ડની આ ક્લિપને અત્યાર સુધીમાં 3.3 લાખથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે 11 હજારથી વધુ લોકોએ તેને પસંદ કરી છે. ત્યારે લોકો આ વીડિયો પર તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. મોટાભાગના યુઝર્સે ફની રીતે પ્રતિક્રિયા આપી છે. કેટલાકે તો IASને પૂછ્યું છે કે તમને આવા વીડિયો શેર કરવાનો સમય ક્યાથી મળે છે.
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, એવો અદ્ભુત કેમેરામેન ન હોવો જોઈએ કે તેને રેકોર્ડ કરવા માટે અન્ય વ્યક્તિને હાયર કરવી પડે. ત્યારે અન્ય વપરાશકર્તા કહે છે, તે ભારે કેમેરામેન હોવાનું બહાર આવ્યું છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, આ ટેકનિક રાંચીમાં ઘણી ફેલાઈ છે.