શરમજનક! કારમાં પડેલા મૃતદેહના અંગૂઠાની છાપ લઈ રહ્યો છે વકીલ, જુઓ Viral Video

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વકીલ કારમાં પડેલા મૃતદેહ પાસે કાગળ પર અંગૂઠાની છાપ લગાવી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકોમાં ગુસ્સો જોવા મળે છે.

શરમજનક! કારમાં પડેલા મૃતદેહના અંગૂઠાની છાપ લઈ રહ્યો છે વકીલ, જુઓ Viral Video
કારમાં પડેલા મૃતદેહના અંગૂઠાની છાપ લઈ રહ્યો છે વકીલImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:36 PM

માનવતાને શરમાવતો અને કાયદાનો ભંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વકીલ કારમાં પડેલા મૃતદેહ પરથી કાગળ પર અંગૂઠાની છાપ લેતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ વિવિધ સવાલો ઉભા કર્યા છે. આ એક ખૂબ જ શરમજનક વિડિયો છે જે ઓનલાઈન સામે આવ્યો છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે અને તમે પણ આવા જઘન્ય કૃત્ય કરનારા લોકો પર ગુસ્સે થઈ જશો.

આ પણ વાચો: પ્રથમ વખત સિંહના બચ્ચાને મળ્યો ચિમ્પાન્ઝી, માતાની જેમ કર્યો પ્રેમ, જુઓ અદભુત પ્રેમનો Viral Video

બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક

ટ્વિટર પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે. વીડિયોમાં કારની પાછળની સીટ પર એક મૃતદેહ પડેલો જોવા મળી રહ્યો છે, જે એક વૃદ્ધ મહિલાનો છે અને એક કહેવાતા વકીલ કારના ગેટ પર ઊભેલા જોવા મળી રહ્યા છે અને તેની પાછળ બે લોકો પણ ઉભેલા જોવા મળે છે. કદાચ મૃતકના પરિવારના સભ્યો હોઈ શકે છે. આ વકીલ આ મૃતદેહના અંગુઠાથી કેટલાક કાગળો પર અંગૂઠાની છાપ મૂકવતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ શરમજનક વીડિયો સામે આવ્યા બાદ લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

મૃતદેહથી કાગળો પર અંગૂઠાની છાપ લગાવવામાં આવી

વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના આગ્રાનો જણાવવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયો વાયરલ થયા બાદ યુઝરનો ગુસ્સો સાતમા આસમાને છે અને તેઓએ યુપી પોલીસને ટેગ કરીને આ સમગ્ર ઘટનાનો જવાબ માંગ્યો છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી ઉત્તર પ્રદેશ પોલીસ અને આગ્રા પોલીસ દ્વારા આ વીડિયો પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

યુઝર્સ ગુસ્સે થયા

આ શરમજનક વાયરલ વીડિયો આગ્રાના સેવાલા જાટનો કહેવામાં આવી રહ્યો છે, જેમા તમે જોયું કે કેવી રીતે એક વકીલ એક મૃત વૃદ્ધ મહિલાને તેની મિલકતો લેવા માટે તેના મૃત શરીર સાથે અંગૂઠો લગાવી રહ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સે આ અમાનવીય લોકોનો સામાજિક બહિષ્કાર કરવાનું કહ્યું છે તો બીજી તરફ ઘણા યુઝર્સે આ કહેવાતા વકીલનું લાઇસન્સ રદ કરવાની માગ કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">