રવિના ટંડન
બોલિવૂડ એકટ્રેસ રવિના ટંડનનો જન્મ 26 ઓક્ટોબર 1972ના રોજ મુંબઈમાં થયો હતો. તે રવિ ટંડન અને વિણા ટંડનની પુત્રી છે. તેને પોતાનું શિક્ષણ મુંબઈમાં જ લીધું છે. મીઠીબાઈ કોલેજમાં તેણે ગ્રેજ્યુએશન પુરૂ કર્યું છે. તેણે કરિયરની શરૂઆત એક મોડલના રુપમા કરી હતી.
એકટ્રેસ રવિના ટંડનને એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, 2 ફિલ્મ ફેર એવોર્ડ, એક ફિલ્મ ફેર ઓટીટી એવોર્ડ અને તેને હમણાં વર્ષ 2023માં ભારતીય નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેની પહેલી ફિલ્મ પથ્થર કે ફૂલ હતી. ત્યાર પછી તેણે ઘણી બધી બ્લોકબસ્ટર મુવી આપી છે. તેનું ટીપ ટીપ બરસા પાની સોન્ગ ખૂબ જ પ્રખ્યાત છે. રવિનાએ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’માં જજ તરીકે પણ કામ કર્યું છે.
રવિના ટંડને વર્ષ 2004માં એનિલ થડાની સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. તેને 4 બાળકો પણ છે. બે બાળકો પોતાના છે-રાશા અને રણબીરવર્ધન. તેમજ તેણે 1995માં 2 દીકરીઓને દત્તક લીધી હતી-પૂજા અને છાયા.