ઓસ્કાર એવોર્ડ્સ
એકેડેમી એવોર્ડને ‘ઓસ્કાર એવોર્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં આ સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડ છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સ એ ગૃપ છે જે ઓસ્કાર એવોર્ડ આપે છે.
તેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 10,000થી વધુ સભ્યો છે. જેમાંથી 9600 જેટલા મતદાન કરવા પાત્ર છે. તેમજ વિશ્વભરમાંથી અનેક ફિલ્મ કલાકારોને મતદાન માટે આમંત્રણ આપવામાં આવે છે.
એકેડેમીના મોટાભાગના સભ્યો યુએસના હોય છે. હાલમાં એકેડમીના લગભગ 40 સભ્યો ભારતમાંથી છે. ભારતમાંથી નોમિનેશન મેળવનારી સૌપ્રથમ ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ હતી. આ પછી ‘સલામ બોમ્બે’ અને ‘લગાન’ને પણ નોમિનેશન મળ્યા છે. ભાનુ અથૈયા ઓસ્કાર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય હતા. તેમને ‘ગાંધી’ માટે એવોર્ડ મળ્યો હતો.
સત્યજીત રેને માનદ એવોર્ડ મળ્યો હતો. આ પછી ગુલઝાર અને એઆર રહેમાને ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે ઓસ્કાર જીત્યો હતો. 2023માં પ્રથમ વખત બે ભારતીય ફિલ્મોએ ઓસ્કાર જીત્યો હતો. RRRનું ગીત ‘નાટુ નાટુ’ અને ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’એ ભારતને ગૌરવ અપાવ્યું હતું.