ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ
‘બ્લેક કેપ્સ’ તરીકે જાણીતી ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે 1930માં તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. જોકે, ટીમે ટેસ્ટ ફોર્મેટમાં પોતાની પ્રથમ જીત 1955માં મેળવી હતી. 1972માં, ન્યૂઝીલેન્ડે ક્રાઈસ્ટચર્ચ ખાતે પાકિસ્તાન સામે તેની પ્રથમ વન-ડે (ODI) મેચ રમી હતી. 1970 અને 1980ના દાયકાથી ટીમે સફળતાના સંકેતો દર્શાવવાનું શરૂ કર્યું હતું. ન્યૂઝીલેન્ડે 1975માં વર્લ્ડ કપમાં પદાર્પણ કર્યું હતું.
ન્યૂઝીલેન્ડ 2021માં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતનારી પ્રથમ ટીમ બની હતી અને તેણે 2000માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ પણ જીત્યું હતું. આ ઉપરાંત, ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ અને ICC મેન્સ T20 વર્લ્ડ કપ એમ બંનેની ફાઈનલમાં પહોંચી ચૂકી છે.
આ ટીમે ક્રિકેટ જગતને શ્રેષ્ઠ ખેલાડીઓ આપ્યા છે. સર રિચાર્ડ હેડલીની ગણના માત્ર ન્યૂઝીલેન્ડમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે; તેઓ 400 ટેસ્ટ વિકેટનો સીમાચિહ્નરૂપ આંકડો હાંસલ કરનાર પ્રથમ બોલર હતા. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના અન્ય દિગ્ગજ ખેલાડીઓમાં માર્ટિન ક્રો, જ્હોન રીડ, ક્રિસ કેર્ન્સ, એડમ પરોરે, ક્રેગ મેકમિલન, જ્હોન રાઈટ, કેન રધરફોર્ડ, સ્ટીફન ફ્લેમિંગ, ડેનિયલ વેટોરી, બ્રેન્ડન મેક્કુલમ અને કેન વિલિયમસનનો સમાવેશ થાય છે.
Read MoreIND vs NZ: ત્રીજી મેચ રદ થઈ, હવે ચોથી મેચનું શું થશે? માઉન્ટ મૌંગાનુઈમાં આવું રહેશે હવામાન
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. એક પણ બોલ ફેંકાઈ શક્યો ન હતો. ત્યારથી, ચોથી મેચ માટે પણ વરસાદની આશંકા છે. શું ચોથી મેચમાં પણ વરસાદ પડશે અને મેચ રદ્દ થશે? ચાલો જાણીએ આ મેચમાં કેવું રહેશે હવામાન.
- Smit Chauhan
- Updated on: Nov 11, 2026
- 7:12 pm
Breaking: IND vs NZ: ગુરનૂર બ્રારએ ન્યૂઝીલેન્ડમાં રચ્યો ઇતિહાસ; 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડી જવાગલ શ્રીનાથ પછીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
ગુરનૂર બ્રારએ ન્યૂઝીલેન્ડમાં રચ્યો ઇતિહાસ, શ્રીનાથ પછી બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું; 23 વર્ષ પછી થયો આવો કમાલ.
- Sachin Agrawal
- Updated on: Nov 8, 2026
- 7:00 pm
Breaking News: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, બીજી વનડેમાં ન્યુઝીલેન્ડને 4 રનથી હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ તેના ઝડપી બોલરોના દમ પર ન્યુઝીલેન્ડને ફક્ત 134 રનમાં ઓલઆઉટ કરી દીધું, પરંતુ ભારતીય ટીમને આ સ્કોર સુધી પહોંચવા માટે પણ પરસેવો પાડવો પડ્યો. જોકે વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી અને ભારતે ડકવર્થ-લુઇસ-સ્ટર્ન પદ્ધતિથી મેચ જીતી.
- Smit Chauhan
- Updated on: Nov 7, 2026
- 4:18 pm
Breaking News : સદી પર સદી… યશસ્વી જયસ્વાલનું બેટ અટકવાનું નામ નથી લેતું! ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી બે ઇનિંગમાં ફટકારી 2 સદી
Yashasvi Jaiswal Century in IND A vs NZ A: યશસ્વી જયસ્વાલે એક પછી એક સદી કરીને પોતાનું ફોર્મ પાછું મેળવ્યું છે. તેણે માત્ર બે ઇનિંગમાં 257 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલે ન્યૂઝીલેન્ડ A સામે સતત બીજી સદી પૂરી કરી છે.
- Dhruval Shah
- Updated on: Nov 7, 2026
- 9:36 am
Breaking News: ન્યુઝીલેન્ડ સામે ભારતની આસાન જીત, ફાસ્ટ બોલરોના કહેર બાદ કોહલીએ મચાવી ધમાલ
થોડા દિવસ પહેલા ઓકલેન્ડમાં T20I જીત્યા બાદ ભારતીય ટીમે આ જ મેદાન પર ODI શ્રેણીની શરૂઆત પણ જીત સાથે કરી હતી. ઝડપી બોલરોએ ન્યુઝીલેન્ડને સસ્તામાં ઓલઆઉટ કર્યું, ત્યારબાદ કોહલીએ દમદાર ફિફ્ટી ફટકારી ભારતને આસાન જીત અપાવી. ભારતે વનડે શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી.
- Smit Chauhan
- Updated on: Nov 4, 2026
- 3:47 pm
IND vs NZ: ન બેટિંગ, ન બોલિંગ… ઓકલેન્ડમાં ટીમ ઈન્ડિયા માટે ફિલ્ડિંગ સૌથી મોટો પડકાર, જાણો શું છે કારણ
ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયા એક ખાસ પડકારનો સામનો કરવા તૈયાર થઈ રહી છે. ઓકલેન્ડના મેદાન પર બેટિંગ અને બોલિંગ કરતાં બીજી એક બાબત ભારતીય ખેલાડીઓની મુશ્કેલી વધારી શકે છે. આ મેદાનની ખાસિયત એવી છે કે અહીં નાની ભૂલ પણ ટીમને ભારે પડી શકે છે. આખરે શું છે આ પડકાર?
- Smit Chauhan
- Updated on: Nov 3, 2026
- 6:34 pm
વિરાટ-રોહિત અને ગિલના રેકોર્ડથી કીવી બોલરોની ઊંઘ ઊડી, દિગ્ગજોના આંકડાથી ધ્રૂજી રહી છે ‘ન્યુઝીલેન્ડની ટીમ’
ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસીથી કીવી ટીમ ચિંતામાં મુકાઈ ગઈ છે. આ બંને ખેલાડીઓના શાનદાર રેકોર્ડ સામે કીવી બોલરો પણ ખૌફમાં છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય કેપ્ટન શુભમન ગિલ તો આ ફોર્મેટમાં બેવડી સદી પણ ફટકારી ચૂક્યો છે.
- Ravi Prajapati
- Updated on: Nov 2, 2026
- 8:11 pm
રોહિત કે કોહલી ? ન્યુઝીલેન્ડ સામે કોણ ફટકારશે સૌથી વધુ સદી ? ચેતેશ્વર પુજારાએ કરી ‘મોટી ભવિષ્યવાણી’
ન્યુઝીલેન્ડ સામેની આગામી વનડે સિરીઝ અને દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા તથા વિરાટ કોહલીની વાપસીને લઈને પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ મોટું નિવેદન આપ્યું છે. પુજારાએ આ બંનેમાંથી કોણ સૌથી વધુ સદી ફટકારશે, તે અંગે ચર્ચા કરતા તેમના બેટિંગ ક્રમ અને રોલ વિશે મહત્વની વાત કહી છે.
- Ravi Prajapati
- Updated on: Nov 2, 2026
- 6:57 pm
‘રિષભ પંત’ ન્યુઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ રમશે કે નહીં? સતત ત્રીજી મેચમાંથી બહાર થયો, ટીમની મુશ્કેલીઓ વધી
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહેલ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતની મેદાન પર વાપસીની રાહ વધુ લાંબી થઈ ગઈ છે.
- Ravi Prajapati
- Updated on: Nov 1, 2026
- 8:26 pm
મેચ હાર્યા તો શું થયું? 400 ના આંકડા સાથે ટીમ ઈન્ડિયાએ રચી દીધો ‘ઈતિહાસ’, વિરોધી ટીમના હોશ ઊડી ગયા
ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી T20I મેચમાં ભલે ભારતને હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ટીમ ઈન્ડિયાએ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે T20 ક્રિકેટમાં એક શાનદાર આંકડો પાર કર્યો છે, જે કોઈપણ ટીમ માટે હાંસલ કરવો સરળ નહીં હોય.
- Ravi Prajapati
- Updated on: Nov 1, 2026
- 6:40 pm
મેદાન પર ગર્જ્યો ‘પોકેટ ડાયનેમો’! ઈશાન કિશને T20 ક્રિકેટમાં રચ્યો ‘ઇતિહાસ’, સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ ધ્વસ્ત
ટી20 ક્રિકેટમાં ઈશાન કિશને સૂર્યકુમાર યાદવને પાછળ છોડીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી T20 મેચમાં ધમાકેદાર 61 રનની ઈનિંગ રમવાની સાથે જ કિશને એક ખાસ રેકોર્ડ તોડીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો ઈતિહાસ રચી દીધો છે.
- Ravi Prajapati
- Updated on: Nov 1, 2026
- 4:56 pm
શું ધોનીની જેમ ટીમ સંભાળી લીધી ? ધ્રુવ જુરેલની આ શાનદાર ઇનિંગે જીતી લીધા ક્રિકેટપ્રેમીઓના દિલ !
ધ્રુવ જુરેલે કેપ્ટન તરીકેની ઇનિંગ રમી. તેમાં કોઈ શંકા નથી. આમ કરીને, તેણે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 8મી સદી મારી. દરમિયાન, બીજા છેડે ઉભેલો આકાશ દીપે તેની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ પણ રમી.
- Dhruval Shah
- Updated on: Nov 1, 2026
- 8:12 am
IND vs NZ: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ T20 મુકાબલો ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે રમાશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી હવે અંતિમ મુકાબલા સુધી પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ચાર મેચમાં 3-1ની સરસાઈ મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. હવે રવિવારે હેમિલ્ટનમાં બંને ટીમો પાંચમી અને અંતિમ T20I રમશે. જાણો મેચનો સમય, સ્થળ, લાઇવ ટેલિકાસ્ટ, પિચ રિપોર્ટ અને બંને ટીમોની સંભવિત વિગતો.
- Smit Chauhan
- Updated on: Oct 31, 2026
- 6:59 pm
IND vs NZ: ઓકલેન્ડમાં પહેલીવાર ભારતે ચાખ્યો હારનો સ્વાદ, આ ભૂલો ટીમ ઈન્ડિયાને ભારે પડી
ભારત ચોથી T20Iમાં 87 રનથી હારી ગયું. ન્યુઝીલેન્ડે 259 રન ફટકાર્યા અને ભારત ફક્ત 172 રન જ બનાવી શક્યું. ઓકલેન્ડમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા T20I મેચમાં હારી. કેટલીક મોટી ભૂલોના કારણે ભારતને ઓકલેન્ડમાં હાર મળી હતી. ચાલો જાણીએ મેચમાં ભારતે કઈ મોટી ભૂલો કરો.
- Smit Chauhan
- Updated on: Oct 30, 2026
- 6:00 pm
Breaking News: ઓકલેન્ડમાં ભારતનો કારમો પરાજય, બોલરો પછી બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી
ન્યુઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં અજેય લીડ મેળવ્યા બાદ ભારતે ઓકલેન્ડ T20માં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ચોથી T20માં ભારતને હરાવી ન્યુઝીલેન્ડને શ્રેણીની પહેલી જીત મેળવી હતી. મેચમાં પહેલા બોલરો અને પછી બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી.
- Smit Chauhan
- Updated on: Oct 30, 2026
- 4:54 pm