AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિરાજનો વાંક શું છે? ગિલ-ગંભીરના નિર્ણય પર ‘આકરા સવાલો’, ફેન્સનો ગુસ્સો ‘સાતમા આસમાને’

ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને ટેસ્ટ સિરીઝ બાદ હવે બીજી ટેસ્ટમાં પણ મોહમ્મદ સિરાજને તક ન મળતા ફેન્સ ભડકી ગયા છે. આકાશદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી થતાં સોશિયલ મીડિયા પર ગંભીર અને ગિલ પર આકરા સવાલો ઊભા થયા છે.

સિરાજનો વાંક શું છે? ગિલ-ગંભીરના નિર્ણય પર 'આકરા સવાલો', ફેન્સનો ગુસ્સો 'સાતમા આસમાને'
| Updated on: Nov 29, 2026 | 3:45 PM
Share

મોહમ્મદ સિરાજના નામે ફરી એકવાર માહોલ ગરમાયું છે. વાત એમ છે કે, સિરાજને સતત નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટના ત્રીજા દિવસે આકાશદીપને બેટિંગ દરમિયાન ઈજા થઈ હતી.

2 વાર હેલ્મેટ પર બોલ વાગવાના કારણે તેને બાકી રહેલી બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડ્યું. એવામાં BCCI એ પ્રસિદ્ધ કૃષ્ણાને આકાશદીપનો કન્કશન સબસ્ટિટ્યૂટ જાહેર કર્યો હતો. બસ આ જગ્યા સિરાજને ન મળતાં વિવાદ શરૂ થઈ ગયો છે.

વાસ્તવમાં મેચના ત્રીજા દિવસે કાઇલ જેમીસનના 2 તીખા બાઉન્સર બોલ આકાશદીપના હેલ્મેટ પર વાગ્યા હતા. આકાશદીપ ત્યારબાદ પણ બેટિંગ કરતો રહ્યો અને 29 રન બનાવ્યા. ત્યારબાદ ભારતીય ઇનિંગ સમાપ્ત થયા બાદ BCCI એ જાહેરાત કરીને જણાવ્યું કે, આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે અને પ્રસિદ્ધ કૃષ્ણા તેની જગ્યા લેશે.

ગિલ-ગંભીર અને સિરાજમાં કલેશ?

મોહમ્મદ સિરાજને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં માત્ર એક જ વાર રમવાની તક મળી હતી. ટેસ્ટ સિરીઝમાં તો તેને બંને મુકાબલામાંથી બહાર બેસવું પડ્યું. હવે જ્યારે આકાશદીપના બહાર થવાથી તક બની, તો સિરાજને એ મોકો પણ આપવામાં ના આવ્યો.

મેનેજમેન્ટના આ નિર્ણય પર ફેન્સ ભડકી ગયા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આરોપ લગાવતા કહ્યું કે, ગૌતમ ગંભીર, શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ વચ્ચે ચોક્કસ કંઈક ચાલી રહ્યું છે. તેણે ત્યાં સુધી દાવો કરી દીધો કે, કદાચ તેમની વચ્ચે આંતરિક કલેશ ચાલી રહ્યો છે.

સિરાજે શું ગુનો કર્યો છે?

સોશિયલ મીડિયા મોહમ્મદ સિરાજના સમર્થનમાં ઊતરી આવ્યું છે. એક અન્ય યુઝરે લખ્યું કે, આખરે મોહમ્મદ સિરાજનો ગુનો શું છે? કેમ તેની પાસેથી દરેક તક છીનવવામાં આવી રહી છે?

એક વ્યક્તિએ ગૌતમ ગંભીરની સરખામણી વિવાદાસ્પદ કોચ ગ્રેગ ચેપલ સાથે કરી દીધી. તેણે લખ્યું કે, ટીમ ઈન્ડિયા પાસે નંબર-1 બોલર મોહમ્મદ સિરાજ, નંબર-1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે પરંતુ ગૌતમ ગંભીર પોતાના અહંકારને કારણે તેઓને નહીં રમાડે.

Yashasvi Jaiswal Catch Video : યશસ્વી જયસવાલે એક હાથે પકડ્યો અશક્ય કેચ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ રહી ગયા દંગ! જુઓ Video

Follow Us
સરકારી જમીન પર ભાજપ નેતાનું ગેરકાયદે દબાણ!
સરકારી જમીન પર ભાજપ નેતાનું ગેરકાયદે દબાણ!
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
g clip-path="url(#clip0_868_265)">