AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: શું ‘Do or Die’ મેચમાં કરી શકશે ભારત વાપસી? જાણો શું કરવું પડશે ભારતને આ બીજી ટેસ્ટ મેચ જીતવા માટે

ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ બીજી ટેસ્ટ: ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને મુકાબલામાં ટકી રહેવા માટે, ચોથા દિવસે દમદાર બોલિંગ કરવી પડશે અને ન્યૂઝીલેન્ડને ઓછા સ્કોર પર રોકવું પડશે.

IND vs NZ:  શું 'Do or Die' મેચમાં કરી શકશે ભારત વાપસી? જાણો શું કરવું પડશે ભારતને આ બીજી ટેસ્ટ મેચ જીતવા માટે
ind vs nzImage Credit source: pti
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2026 | 1:58 PM
Share

ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં ભારતની મુશ્કેલી વધી રહી છે. હેગલી ઓવલ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક વળાંક પર પહોંચી છે. ત્રણ દિવસની રમત પૂરી થયા બાદ યજમાન કિવી ટીમે બીજી ઇનિંગમાં 243 રનની મજબૂત લીડ મેળવી લીધી છે અને તેની હજુ 7 વિકેટ બાકી છે. ચોથા દિવસે ન્યુઝીલેન્ડની નજર ભારત સામે મોટો લક્ષ્યાંક ઊભો કરવા પર રહેશે. જ્યારે ભારતીય ટીમ માટે હવે જીતનો રસ્તો બોલરોના પ્રદર્શન પર નિર્ભર છે. જો ભારતીય બોલરો દિવસની શરૂઆતમાં જ કિવી બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ નહીં થાય, તો ભારત માટે મેચ જીતવી મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ચોથો દિવસ ટીમ ઇન્ડિયા માટે નિર્ણાયક સાબિત થવાનો છે.

શું કરવું પડશે ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને ?

ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર ચોથી ઇનિંગ્સમાં લક્ષ્યાંકનો પીછો કરવાના રેકોર્ડ પર નજર કરીએ તો એક રસપ્રદ આંકડો સામે આવે છે. આ મેદાન પર 300 રનથી ઓછાનો ટાર્ગેટ મળ્યો હોય તેવી તમામ 8 મેચમાં પીછો કરનારી ટીમે જીત મેળવી છે. આ દરમિયાન લક્ષ્યાંક 104થી 285 રનની વચ્ચે રહ્યો હતો. જોકે, 300થી વધુ રનનો ટાર્ગેટ મળ્યો હોય તેવી ચારેય મેચમાં પીછો કરનારી ટીમ જીતવામાં નિષ્ફળ રહી છે. આ ચાર મુકાબલામાંથી બેમાં ટીમે હારનો સામનો કર્યો હતો, જ્યારે બે મેચ ડ્રો રહી હતી. આમ, આ આંકડા ભારત માટે ચિંતાજનક સંકેત આપી રહ્યા છે.

હેગલી ઓવલના આંકડા ભારત માટે પડકાર વધારનારા છે. અહીં 300થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતી ચારેય મેચમાં ચોથી ઇનિંગ્સમાં બેટિંગ કરનારી ટીમે સરેરાશ 122 ઓવર સુધી બેટિંગ કરી છે. એટલું જ નહીં, ચારેય મુકાબલામાં ચોથી ઇનિંગ્સ ઓછામાં ઓછી 93 ઓવર સુધી ચાલી છે. આ આંકડાઓને જોતાં ટીમ ઇન્ડિયાએ ચોથા દિવસના પ્રથમ સત્રથી જ આક્રમક વલણ અપનાવવું પડશે. ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડની બાકીની સાત વિકેટ ઝડપથી ખેરવીને યજમાન ટીમને મોટો સ્કોર કરતા રોકવી પડશે. જો કિવી ટીમને વધુ રન બનાવવાની તક મળશે, તો ભારતની મુશ્કેલીઓ વધી શકે છે અને ન્યુઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીજ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી શકે છે.

ચોથી ઇનિંગ્સનો ન્યૂઝીલેન્ડમાં શાનદાર રેકોર્ડ

જો ન્યુઝીલેન્ડની સરસાઈ 300 રનને પાર પહોંચે છે, તો ભારતીય ટીમ સામે જીત મેળવવા માટે મોટો પડકાર ઊભો થશે. કારણ કે ન્યુઝીલેન્ડની ધરતી પર ચોથી ઇનિંગ્સમાં મોટા લક્ષ્યાંકનો પીછો કરવો આસાન રહ્યો નથી. આ મેદાન પર ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના નામે છે. ગયા વર્ષે હેગલી ઓવલ ખાતે વેસ્ટ ઇન્ડીઝે 531 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં 163.3 ઓવરમાં 457 રન બનાવીને મેચ ડ્રો કરાવી હતી.

ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવેલો સૌથી મોટો લક્ષ્યાંક 345 રનનો છે. વેસ્ટ ઇન્ડીઝે 1969માં ઓકલેન્ડ ખાતે આ સિદ્ધિ મેળવી હતી. ખાસ વાત એ છે કે 21મી સદીમાં ન્યુઝીલેન્ડની ધરતી પર ચોથી ઇનિંગ્સમાં સૌથી મોટા સફળ રનચેઝ હેગલી ઓવલમાં જ નોંધાયા છે. વર્ષ 2023માં ન્યુઝીલેન્ડે શ્રીલંકા સામે 285 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જ્યારે 2024માં ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમ સામે 279 રનનો લક્ષ્યાંક પાર કર્યો હતો. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે જો ભારત સામે 300થી વધુ રનનો પડકાર આવશે, તો ટીમ ઇન્ડિયાએ જીત માટે ખૂબ સારું પ્રદર્શન કરવું પડશે.

Breaking News : ન સદી, ન અડધી સદી… માત્ર એક છગ્ગાથી ઋષભ પંતે રચ્યો ઇતિહાસ!

Follow Us
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
g clip-path="url(#clip0_868_265)">