AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે હેગલી ઓવલ માં ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ , ફેન્સ જાણીને ચોંકી જશે

ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ ખાસ સારો રહ્યો નથી. હવે 27 નવેમ્બરથી ટીમ ઇન્ડિયા આ જ મેદાન પર સિરીજની બીજી ટેસ્ટ રમવા ઉતરશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

શું છે હેગલી ઓવલ માં ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ , ફેન્સ જાણીને ચોંકી જશે
INDIAN TEST TEAMImage Credit source: tv9
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2026 | 5:18 PM
Share

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીજની બીજી અને મહત્વપૂર્ણ મેચ શુક્રવાર, 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાવાની છે. અગાઉ વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. એ  મેચમાં ભારતીય બેટરો એ જોરદાર પ્રદર્શન કરતાં ઇનિંગ્સ ડિક્લેર કરતા પહેલાં 700થી વધુ રન બનાવ્યા હતા. જોકે, આટલો મોટો સ્કોર કરવા છતાં ટીમ જીત મેળવી શકી નહોતી.હવે બીજી ટેસ્ટ પહેલાં સૌની નજર હેગલી ઓવલ ખાતે ભારતના જૂના રેકોર્ડ પર છે. આ મેદાન પર ભારતીય ટીમનો ઇતિહાસ કેવો રહ્યો છે, તે જાણવું રસપ્રદ રહેશે.

હેગલી ઓવલમાં ભારતનો રેકોર્ડ કેવો રહ્યો છે?

ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર ભારતીય ટીમનો અત્યાર સુધીનો ટેસ્ટ રેકોર્ડ ખાસ સારો રહ્યો નથી. ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે અને તેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેદાન પર પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 2020માં રમાઈ હતી. આ મુકાબલામાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. હવે બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પાસે આ મેદાન પર પોતાનો રેકોર્ડ સુધારવાની તક રહેશે.

ટીમ ઇન્ડિયાની નજર સિરીજ જીતવા પર

ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં જીત મેળવીને શ્રેણી પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે. પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ બીજી મેચનું મહત્વ વધી ગયું છે. આ મુકાબલામાં જીત સાથે ભારત સિરીજને 1-0થી જીતી શકે છે. અગાઉ ભારતીય ટીમે T20I અને ODI શ્રેણીમાં પણ ન્યૂઝીલેન્ડ સામે સફળતા મેળવી હતી. હવે ટેસ્ટમાં પણ વિજય મેળવીને પ્રવાસનો અંત જીત સાથે કરવાની ટીમની કોશિશ રહેશે.

ભારતની ટેસ્ટ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, વોશિંગ્ટન સુંદર, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણ અને આકાશદીપ.

ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમ

ટોમ લાથમ (કેપ્ટન), હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિશેલ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, જેકબ ડફી, કાયલ જેમીસન, નાથન સ્મિથ, ડીન ફોક્સક્રોફ્ટ, ડેવોન કોનવે, ટોમ બ્લંડેલ, મેટ હેનરી અને મેથ્યુ ફિશર.

ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓનો જલવો, જયસ્વાલે 5 બેટ્સમેનોને પછાડ્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">