AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashasvi Jaiswal Catch Video : યશસ્વી જયસવાલે એક હાથે પકડ્યો અશક્ય કેચ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ રહી ગયા દંગ! જુઓ Video

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં ભારતીય યુવા ખેલાડી યશસ્વી જયસવાલે પોતાની શાનદાર ફિલ્ડિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મેચના ત્રીજા દિવસે તેણે એવો અદ્ભુત કેચ પકડ્યો કે મેદાનમાં હાજર ખેલાડીઓ અને દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Yashasvi Jaiswal Catch Video : યશસ્વી જયસવાલે એક હાથે પકડ્યો અશક્ય કેચ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ રહી ગયા દંગ! જુઓ Video
Yashasvi Jaiswal One Hand Catch VideoImage Credit source: X | @SonyLIV
| Updated on: Nov 29, 2026 | 2:14 PM
Share

ન્યૂઝીલેન્ડનો ઓપનર ડેવોન કોનવે વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં આઉટ થયો હતો. સુંદરના ઓફ સ્ટમ્પની બહાર આવેલા બોલ પર કોનવેએ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ બેટની કિનારી લઈને હવામાં ઊછળ્યો. આ સમયે શોર્ટ થર્ડ મેન પર ફિલ્ડિંગ કરી રહેલો યશસ્વી જયસવાલે તરત જ ડાબી તરફ દોડ લગાવી અને હવામાં છલાંગ મારીને ડાબા હાથે અદ્ભુત કેચ પકડી લીધો. તેના આ શાનદાર કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જયસવાલની આ ફિલ્ડિંગને કારણે કોનવેને પોતાની વિકેટ ગુમાવવી પડી હતી.

કેએલ રાહુલના હાથમાંથી છટક્યો હતો કેચ

આ જ ઇનિંગમાં ડેવોન કોનવેને એક જીવનદાન પણ મળ્યું હતું. કોનવે 33 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જસપ્રીત બુમરાહના બોલ પર તેણે શોટ રમ્યો હતો. બોલ બેટની કિનારી લઈને ફર્સ્ટ સ્લિપમાં ઊભેલા કેએલ રાહુલ તરફ ગયો હતો. રાહુલે બંને હાથથી કેચ પકડવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ તેના હાથમાંથી છટકી ગયો હતો. આ જીવનદાનનો ફાયદો ઉઠાવી કોનવેએ પોતાની ઇનિંગ આગળ વધારી અને અંતે 51 રન બનાવીને આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડની ભારત સામે 243 રનની લીડ

બીજી અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડની કુલ લીડ 243 રનની થઈ હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 356 રન બનાવ્યા હતા, જ્યારે ભારતીય ટીમનો પ્રથમ દાવ 246 રનમાં સમેટાઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર 46 અને ડેરિલ મિચેલ 5 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 2 અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ ઝડપી હતી.

જુઓ Video

આ પણ વાંચો, Breaking News : પ્રેમાનંદ મહારાજનો કેલી કુંજ આશ્રમ અચાનક થયો ખાલી ! ઇન્ક્વાયરી કાઉન્ટર પણ બંધ, આખરે શું છે કારણ? જુઓ Video

Follow Us
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
g clip-path="url(#clip0_868_265)">