AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: 32વર્ષની લાંબી રાહનો આવ્યો અંત! રાહુલ-જયસ્વાલની 130 રનની પાર્ટનરશિપએ ન્યુઝીલેન્ડમાં રચ્યો ઈતિહાસ

IND vs NZ 1st Test: યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે વેલિંગ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં 100 રનો ની કરી પાર્ટનરશિપ , જેનાથી 32 વર્ષનો ઈંતજાર ખતમ

IND vs NZ: 32વર્ષની લાંબી રાહનો આવ્યો અંત! રાહુલ-જયસ્વાલની 130 રનની પાર્ટનરશિપએ ન્યુઝીલેન્ડમાં રચ્યો ઈતિહાસ
indian team photoImage Credit source: Google , pti, cricinfo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2026 | 4:31 PM
Share
IND vs NZ 1st Test: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં, ભારતીય ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ન્યુઝીલેન્ડના બોલરો સામે જબરદસ્ત પાર્ટનરશિપ કરી અને એક મોટો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. બંને ખિલાડીઓએ પ્રથમ વિકેટ માટે 130 રનની શાનદાર પાર્ટનરશિપ કરી, જેની સાથે ન્યુઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ઓપનિંગ જોડી એ બીજી વાર 100 રનો ની પાર્ટનરશિપ કરી છે. આ 130 રનની પાર્ટનરશિપમાં, યશસ્વી જયસ્વાલે આક્રમક રીતે 85 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જ્યારે અનુભવી કેએલ રાહુલે સંયમ સાથે બેટિંગ કરતા 42 રન બનાવ્યા.

1994 બાદ પહેલી વાર આવું બન્યું

ન્યૂઝીલેન્ડની સ્વિંગ અને ઉછાળવાળી અઘરી પીચો પર ભારતીય ઓપનરોએ હંમેશા કઠિન કસોટીનો સામનો કરવો પડ્યો છે. છેલ્લે 1994માં નવજોત સિંહ સિદ્ધુ અને નયન મોંગિયાની ઓપનિંગ જોડીએ ન્યૂઝીલેન્ડમાં ૧૦૦ થી વધુ રનની ઓપનિંગ પાર્ટનરશિપ બનાવી હતી. ત્યારબાદ, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલએ ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ મેચમાં સદીથી વધુ ઓપનિંગ પાર્ટનરશિપ કરનારી ચોથી ભારતીય ઓપનિંગ જોડી છે.
એટલું જ નહીં, પરંતુ 2009 માં વેલિંગ્ટનમાં વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરની 73 રનની ભાગીદારી કરી હતી, એના પછી ન્યૂઝીલેન્ડમાં ભારતની આ પહેલી 50 થી વધુની ઓપનિંગ ભાગીદારી હતી. જોકે, મેટ હેનરીના જોરદાર બોલ પર યશસ્વી જયસ્વાલ વિકેટકીપર દ્વારા કેચ આઉટ થતાં આ પાર્ટનરશિપનો અંત આવ્યો.

કેએલ રાહુલનું સેના દેશોમાં વર્ચસ્વ

આ રેકોર્ડ સાથે, અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે પોતાના નામે એક ખાસ અને અનોખો રેકોર્ડ ઉમેર્યો છે. છેલ્લા 15 વર્ષમાં, ભારતીય ઓપનિંગ જોડીએ સેના દેશો (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) માં ચાર વખત 100 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરવામાં સફળ  થઈ છે, અને નોંધપાત્ર રીતે, કેએલ રાહુલ આ ચારેય ઐતિહાસિક પાર્ટનરશિપમાં કેએલ રાહુલનો ભાગ રહ્યો છે.
મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ – સેન્ચુરિયન (દક્ષિણ આફ્રિકા)
યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ – પર્થ (ઓસ્ટ્રેલિયા)
રોહિત શર્મા અને કેએલ રાહુલ – લોર્ડ્સ (ઈંગ્લેન્ડ)
યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ – વેલિંગ્ટન (ન્યુઝીલેન્ડ)

આ પણ વાંચો, Breaking News : ગ્લેન ફિલિપ્સની ઐતિહાસિક સદી, ભારત સામે આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">