જેકી શ્રોફ
બોલિવૂડ એક્ટર જેકી શ્રોફનો જન્મ 1 ફેબ્રુઆરી 1957ના રોજ થયો છે. તે ગુજરાતી બનિયા પરિવારમાંથી આવે છે. તેનું સાચું નામ જયકિશન કટુભાઈ શ્રોફ છે. તેના પિતાનું નામ કટુભાઈ અને માતાનું નામ રીટા શ્રોફ છે.
ફિલ્મોમાં આવતા પહેલા જેકી શ્રોફ જાહેરતમાં એક મોડલ તરીકે કામ કરતા હતા. વર્ષ 1983માં તેની પ્રથમ ફિલ્મ હીરો આવી હતી. આ ફિલ્મથી તેઓ રાતોરાત સ્ટાર બની ગયા. તેમને મોટાભાગે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના એવોર્ડ મળ્યા છે.
જેકી શ્રોફે તેની ગર્લફ્રેન્ડ આયશા દત્ત સાથે 80ના દશકામાં મેરેજ કરી લીધા હતા. આ બંને સાથે મળીને જેકી શ્રોફ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ નામની મીડિયા કંપની પણ ચલાવે છે. આ બંનેને એક પુત્ર ટાઈગર(જય હેમંત) અને પુત્રી કૃષ્ણા છે.
‘હાઉસફુલ 5’ના ક્લાઈમેક્સનો થયો ખુલાસો! જાણો કોણ છે અસલી કિલર
અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 5' થિએટરમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મ તેના ડ્યુઅલ ક્લાઈમેક્સ '5A' તેમજ '5B'ને કારણે ચર્ચામાં આવી છે. ફિલ્મ મેકર્સે પહેલા જ કહી દીધું હતું કે, 'હાઉસફુલ 5'ના ડ્યુઅલ ક્લાઈમેક્સમાં કિલર અલગ હશે. એવામાં ફેન્સ જાણવા માટે આતુર છે કે, 'હાઉસફુલ 5'માં કિલર કોણ છે?
- Ravi Prajapati
- Updated on: Jun 7, 2025
- 4:10 pm
Housefull 5 : એક ટિકિટમાં નહી જોઈ શકો આખી ફિલ્મ, ‘હાઉસફુલ 5A’ અને ‘હાઉસફુલ 5B’નું કનેક્શન શું છે ? જાણો
હાઉસફુલ 5 સિનેમાઘરોમાં 6 જૂન એટલે કે, આજે રિલીઝ થઈ ચૂકી છે. આ કોમેડી ફિલ્મ જોવા ચાહકો આતુર છે. તેમજ આ વખતે એક નવો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં 2-2 ક્લાઈમેક્સ છે.સાજિદ નડિયાદવાલાએ 'હાઉસફુલ 5A' અને 'હાઉસફુલ 5B' નામની બે ફિલ્મો રિલીઝ કરી છે.
- Nirupa Duva
- Updated on: Jun 6, 2025
- 2:31 pm
દાદા ગુજરાતી, નાનપણમાં ઘરે આવતા મહેમાનોને ભરતો હતો બચકાં, તો પિતાએ રાખી દીધું ટાઈગર નામ, આવો છે પરિવાર
જય હેમંત શ્રોફનો જન્મ 2 માર્ચ 1990ના રોજ થયો હતો.જે હવે ટાઈગર શ્રોફ તરીકે ફેમસ છે. ટાઈગર શ્રોફ બોલિવુડ અભિનેતા છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. અભિનેતા જેકી શ્રોફ અને આયેશા દત્ત તેના માતા પિતા છે. તો આજે આપણે ટાઈગર શ્રોફના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Apr 22, 2025
- 1:41 pm