Housefull 5 : એક ટિકિટમાં નહી જોઈ શકો આખી ફિલ્મ, ‘હાઉસફુલ 5A’ અને ‘હાઉસફુલ 5B’નું કનેક્શન શું છે ? જાણો
હાઉસફુલ 5 સિનેમાઘરોમાં 6 જૂન એટલે કે, આજે રિલીઝ થઈ ચૂકી છે. આ કોમેડી ફિલ્મ જોવા ચાહકો આતુર છે. તેમજ આ વખતે એક નવો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં 2-2 ક્લાઈમેક્સ છે.સાજિદ નડિયાદવાલાએ 'હાઉસફુલ 5A' અને 'હાઉસફુલ 5B' નામની બે ફિલ્મો રિલીઝ કરી છે.

બોલિવુડમાં કહી શકાય કે, કોમેડી ફિલ્મને પસંદ કરનારો મોટો વર્ગ છે.એવું કહી શકાય કે, રડાવવું સરળ છે પરંતુ ચાહકોને હસાવવા માટે પરસેવો છુટી જાય છે.ભલે સ્લેપસ્ટિક કોમેડી ઘણીવાર ‘ક્લાસી સિનેમા’ના ક્લબમાં પ્રવેશ મેળવતી નથી, ‘હાઉસફુલ’ હિન્દી સિનેમાની પહેલી ફ્રેન્ચાઇઝી છે જે સ્લેપસ્ટિકનો ઝંડો ઉંચો કરીને પાંચમા ભાગમાં પહોંચી છે.સ્લેપસ્ટિક કોમેડી (કોમેડી જેમાં હાસ્ય પડવું, કૂદવું, નાચવું વગેરે જેવી ફિઝિકલ એક્ટિવિટી આવે છે)
ફિલ્મ હાઉસફુલ 5 આજે રિલીઝ
19 કલાકારોની એક આખી ટીમ હાઉસફુલ -5માં જોવા મળી છે.સાજિદ નડિયાદની ફિલ્મ હાઉસફુલ 5 આજે 6 જૂને રિલીઝ થઈ ચૂકી છે. આ વખતે કોમેડીની સાથે સસ્પેન્સ -થ્રિલર પણ જોવામળશે. આ એક મલ્ટીસ્ટાર ફિલ્મ છે. જેમાં અંદાજે 20થી વધારે કલાકારો સામેલ છે. એડવાન્સ બુકિંગએ પહેલાજ રેકોર્ડ તોડી નાંખ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આ ફિલ્મને 2 વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી છે. એક હાઉસફુલ એ અને બીજી હાઉસફુલ બી. હવે ચાહકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે, આ એ અને બીનું કનેક્શન શું છે. તો ચાલો આપણે જાણીએ.
Housefull 5 A અને Housefull 5 B શું છે
Housefull 5 A અને Housefull 5 B બંન્નેના એન્ડિંગમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. બંન્નેમાં અલગ અલગ ક્લાઈમેક્સ અને અલગ એન્ડિંગ જોવા મળશે.આ વાતથી ફિલ્મ જોવા પ્રત્યે ચાહકોનો ઉત્સાહ ખુબ વધી ગયો છે.બંન્ને વર્ઝનના અંતમાં 15 થી 20 મિનિટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બંન્નેનો ક્લાઈમેક્સ શાનદાર અને અલગ છે. પરંતુ સ્ટોરી બંન્નેની એક જ છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યું થાય છે અન્ય 6 લોકો ફસાય જાય છે.
ફિલ્મનો ક્લાઈમેક્સ શાનદાર
ફિલ્મના અલગ વર્ઝન પર વાત કરતા સાજિદ નડિયાડવાલાએ કહ્યું હાઉસફુલ5માં મર્ડર મિસ્ટ્રી પ્લોટ છે. જેમાં ક્લાઈમેક્સમાં હત્યારાની ઓળખ ઉભી થાય છે. હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B બંન્ન્ વર્ઝનમાં અલગ અલગ હત્યારા હશે. જો તમે હાઉસફુલ 5A જોશો તો હત્યારો કોઈ નહી હોય અને જો તમે હાઉસફુલ 5B જોશો તો હત્યારે અન્ય હશે. ટુંકમાં ફિલ્મનો ક્લાઈમેક્સ શાનદાર હશે. ફિલ્મ કરતાં વધુ, બે વર્ઝન અને બે પ્રકારના ક્લાઇમેક્સ વિશે ચર્ચા થઈ રહી છે.
હાઉસફુલ 5 સ્ટાર્સ અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન, સંજય દત્ત, ફરદીન ખાન, શ્રેયસ તલપડે, નાના પાટેકર, જેકી શ્રોફ, ડીનો મોરિયા, ચંકી પાંડે અને જોની લીવર.આ ફિલ્મમાં અભિનેત્રીઓની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડીઝ, નરગીસ ફખરી, ચિત્રાંગદા સિંહ, સોનમ બાજવા અને સૌંદર્યા શર્મા પણ જોવા મળશે.