
જીપીએસસી
જીપીએસસી નું પૂરું નામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ છે. આ સંસ્થાની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે 1 મે 1960ના રોજ થઈ હતી. જીપીએસસીની સ્થાપના ભારતના બંધારણની કલમ 351(1) હેઠળ કરવામાં આવી હતી. જીપીએસસી ગુજરાતમાં નાગરિક સેવાઓ માટે યોગ્ય ઉમેદવારોની ભરતી માટે કાર્ય કરે છે. જીપીએસસી એક્ઝામ સિલેક્શન પ્રક્રિયા, પ્રવેશ પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ પર આધારિત છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) રાજ્ય સરકારમાં વિવિધ વહીવટી જગ્યાઓ માટે ભરતીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતા રસ ધરાવતા ઉમેદવારો જીપીએસસી પરીક્ષા માટે અરજી કરી શકે છે અને તેમના કરિયરના લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રયત્ન કરી શકે છે. અભ્યાસક્રમ, પરીક્ષા પેટર્ન અને તૈયારીની વ્યૂહરચનાઓની સંપૂર્ણ સમજ સાથે ઉમેદવારો જીપીએસસી પરીક્ષામાં તેમની સફળતાની તકો વધારી શકે છે.
જીપીએસસી એ ગુજરાત લેવલે લેવાતી એક્ઝામ છે. જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવે છે. જ્યારે યુપીએસસી નેશનલ લેવલે લેવાતી પ્રક્રિયા છે. જે કેન્દ્ર લેવલે એક્ઝામ પ્લાનિંગ કરે છે. એક્ઝામ પેટર્ન 3 સ્તર પર લેવામાં આવે છે. જેમ કે એન્ટ્રસ એક્ઝામ, ડિસ્ક્રિપ્ટિવ પેપર અને છેલ્લે ઈન્ટરવ્યૂ થાય છે. આ 3 તબક્કામાંથી પસાર થયા પછી ઉમેદવાર સિલેક્શન થાય છે.
GPSC Recruitment Calendar 2025 : GPSC દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરાયુ, કુલ 1 હજાર 751 જગ્યા માટે ભરતી થશે
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ 2025 માટેનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે, જેમાં 1751 થી વધુ જગ્યાઓ છે. આ કેલેન્ડરમાં DYSO, નાયબ મામલતદાર, શિક્ષણ સેવા, રાજ્ય વેરા નિરીક્ષક અને વહીવટી સેવા જેવી વિવિધ પદો માટેની માહિતી છે. પરીક્ષાઓ ઓક્ટોબર 2025 થી શરૂ થશે અને ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. ઉમેદવારો GPSC ની વેબસાઇટ પરથી સંપૂર્ણ કેલેન્ડર ડાઉનલોડ કરી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 30, 2025
- 8:11 am
ગર્ભવતી હોવાથી અગાઉ ઇન્ટરવ્યૂ નહોતી આપી શકી, હાઇકોર્ટના આદેશથી મળ્યો બીજો મોકો અને ચમક્યું મહિલાનું નસીબ
ગર્ભાવસ્થાના અંતિમ દિવસો ચાલતા હોવાથી મહિલા ગાંધીધામથી ગાંધીનગર ન આવી શકી જેના કારણે તેનું ઇન્ટરવ્યૂ પણ ન થયું અને આ જ વાત લઈને મહિલાએ તેમના એડવોકેટ બ્રિજેશ રામાનુજ મારફતે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ કોર્ટના આદેશથી બીજો મોકો મળ્યો અને મહિલા SEBC કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ આવી.
- Ronak Varma
- Updated on: Feb 28, 2024
- 7:25 pm