ફરાહ ખાન
ફરાહ ખાન એક ઈન્ડિયન ફિલ્મ નિર્દેશક, લેખક, ફિલ્મ નિર્માતા, એકટ્રેસ, ડાન્સર તેમજ કોરિયોગ્રાફર પણ છે. જે મોટાભાગે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેણે ઘણા શો ને જજ પણ કર્યા છે. તેનો જન્મ 9 જાન્યુઆરી 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતાનું નામ કામરાન ખાન છે. તેની માતા મેનકા ઈરાની છે. તેના ભાઈનું નામ સાજિદ ખાન છે. તે એક કોમેડી એક્ટર તેમજ ફિલ્મ નિર્દેશક છે.
તેણે 80 ફિલ્મોથી વધારેમાં 100 થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. બેસ્ટ કોરિયોગ્રાફી માટે તેણે 7 ફિલ્મ ફેર એવોર્ડ પણ જીત્યા છે. તેણે 2013 ઈન્ડિયન પ્રીમિયર લીગનું ઓફિશિયલ ગીત “જમ્પિંગ ઝપાક” ને પણ કોરિયોગ્રાફ કર્યું હતું.
તેને વર્ષ 2004માં શિરીષ કુંદર સાથે મેરેજ કર્યા છે. તેને 3 બાળકો છે. એક પુત્ર અને બે પુત્રી. તેના પતિ સાથે મળીને તેણે મૈં હું ના, જાન-એ-મન, ઓમ શાંતિ ઓમમાં કામ કર્યું છે. ફરહાન અખ્તર અને જોયા અખ્તર તેના પિતરાઈ ભાઈ-બહેના છે.
Breaking News : સાજિદ ખાનનો અકસ્માત થયો, બહેન ફરાહ ખાને સર્જરી પછી હેલ્થ અપડેટ આપ્યું
બોલિવૂડના દિગ્દર્શક સાજિદ ખાન શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાય છે. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમની સર્જરી પણ કરાવવામાં આવી હતી. સાજિદની બહેન અને દિગ્દર્શક-કોરિયોગ્રાફર ફરાહ ખાને હવે તેમના ભાઈના હેલ્થ અંગે અપડેટ શેર કર્યું છે.
- Nirupa Duva
- Updated on: Dec 29, 2025
- 1:10 pm