Breaking News : સાજિદ ખાનનો અકસ્માત થયો, બહેન ફરાહ ખાને સર્જરી પછી હેલ્થ અપડેટ આપ્યું
બોલિવૂડના દિગ્દર્શક સાજિદ ખાન શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાય છે. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમની સર્જરી પણ કરાવવામાં આવી હતી. સાજિદની બહેન અને દિગ્દર્શક-કોરિયોગ્રાફર ફરાહ ખાને હવે તેમના ભાઈના હેલ્થ અંગે અપડેટ શેર કર્યું છે.

બોલિવુડ ડાયરેક્ટર અને સલમાન ખાનનો શો બિગ બોસના સ્પર્ધક રહી ચૂકેલા સાજિદ ખાન એક અકસ્માતનો શિકાર બન્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સાજિદ ખાન પોતાના કોઈ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો. તેનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં સાજિદ ખાનના પગામાં ઈજા થઈ હતી અને ફેક્રચર પણ થયું હતુ. ફિલ્મમેકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સાજિદ ખાનની બહેન અને ડાયરેક્ટર કોરિયોગ્રાફર ફરાહ ખાને ભાઈનું હેલ્થ અપડેટ આપ્યું છે.
ફરાહ ખાને હેલ્થ અપડેટ આપ્યું
સાજિદ ખાને 2 મહિના પહેલા પોતાનો 55મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેની બહેન ફરાહ ખાને પણ તેના ભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમણે સાજિદ ખાનને લઈ એક અપટેડ આપી છે. ફરાહ ખાને સાજિદ ખાનના અકસ્માતની પુષ્ટી કરી છે. સાથે જણાવ્યું કે, અકસ્માત બાદ શું શું થયું. હવે સાજિદ ખાનની તબિયત કેવી છે. રિપોર્ટ મુજબ સાજિદ ખાનનો અકસ્માત શનિવારના રોજ થયો હતો રવિવારે તેની સર્જરી કરવામાં આવી હતી.
સાજિદ ખાન એકતા કપૂરના કોઈ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે તેના સેટ પર અકસ્માત થયો હતો. તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની ઈજા જોયા બાદ ડોક્ટરે તેને સર્જરી કરવાની સલાહ આપી હતી. રવિવારે તેની સર્જરી થઈ હતી. ફરહા ખાને એક મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તેના ભાઈની સર્જરી થઈ ચૂકી છે. હવે તે એકદમ સ્વસ્થ છે અને રિકવરી થઈ રહી છે.
55 વર્ષીય સાજિદ ખાને એક ડાયરેક્ટરના રુપમાં હમશકલ , હે બેબી અને હાઉસફુલ જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યુંછે. તેમણે 10 વર્ષથી વધુ સમયથી કોઈ ફિલ્મ દિગ્દર્શિત કરી નથી. દિગ્દર્શક તરીકે તેમની છેલ્લી ફિલ્મ “હમશકલ્સ” (2014) હતી.
બિગ બોસનો ભાગ રહી ચૂક્યો છે સ્પર્ધક
વર્ષ 2018માં ભારતમાં જ્યારે મીટુ અભિયાન ચર્ચામાં આવ્યું હતુ. તે સમયે સાજિદ ખાન પર અનેક આરોપ લાગ્યા હતા. ત્યારબાદ સાજિદ ખાન બિગ બોસ 16માં સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી હતી. આ શોમાં તેના આવવાથી કોઈ ફાયદો થયો નહી. ટીવી શોથી સાજિદ ખાન વધારે ચર્ચામાં રહ્યો નથી.
40 વર્ષની ઉંમરે 8 વર્ષ નાના ફિલ્મ નિર્માતા સાથે 3 વખત લગ્ન કર્યા, 4 વર્ષ બાદ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો અહી ક્લિક કરો
