એકાદશી
હિન્દુ પંચાંગમાં અગિયારમી તિથિ એકાદશી અથવા તો અગિયારસથી ઓળખવામાં આવે છે. આ તિથિ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે મહિનામાં બે વાર આવે છે. અંજવાળિયા પક્ષની અગિયારસને શુક્લ પક્ષની એકાદશી કહેવાય છે અને અંધારિયા પક્ષની અગિયારસને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવાય છે. આ બંને અગિયારસનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ રહેલું છે. તેમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે.
એક મહિનમાં 2 એટલે આખા વર્ષમાં 24 અગિયારસ આવે છે. તે વ્રત કરતા સમયે અમુક નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે વ્રત રાખતા લોકોએ ફળાહાર કરવું જોઈએ. કોઈ પણ ભોજન સામગ્રી પ્રભુને તુલસી પત્ર ધરાવીને જ અર્પણ કરવી જોઈએ. તે દિવસે ગુસ્સો કરવો જોઈએ નહી તેમજ અપશબ્દો બોલવા ન જોઈએ. વિનમ્ર સ્વભાવે દરેક સાથે વાત કરવી જોઈએ. આખા દિવસ દરમિયાન ‘ॐ नमो भगवते वासुदेवाय’ મંત્રનો જાપ કરવો જોઈએ અને શ્રી હરીનું ધ્યાન ધરવું જોઈએ.