AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેન ઠાકોરને ફેંક્યો પડકાર, DJ બંધ રાખવા સામે દર્શાવી નારાજગી- Video

ઠાકોર સમાજમાં લગ્નપ્રસંગોમાં DJ પર પ્રતિબંધનો વિવાદ વધુ વકરી રહ્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરના આ નિયમનો વિરોધ ભુવાજી, DJ સંચાલકો અને કલાકારો કરી રહ્યા છે. તાજેતરમાં એક ભુવાએ ગેનીબેનને જાહેરમાં પડકાર ફેંક્યો છે, જ્યારે વિક્રમ અને ગબ્બર ઠાકોર જેવા કલાકારો અગાઉ ગેનીબેનનો વિરોધ કરી ચુક્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2026 | 2:49 PM
Share

ઠાકોર સમાજના નવા બનાવાયેલા બંધારણમાં લગ્નપ્રસંગમાં DJ બંધ રાખવાનો વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. પહેલા ડીજે સંચાલકોએ ગેનીબેનની સામે વિરોધ નોંધાવ્યો અને આર્થિક નુકસાન થતુ હોવાનું જણાવ્યુ. તેમના સમર્થનમાં અભિનેતા વિક્રમ ઠાકોર આવ્યા અને ડીજેના પ્રતિબંધને ગેરવ્યાજબી ઠેરવ્યો. હવે કોઈ ભુવાજી એ સાંસદ ગેનીબેનને પડકાર ફેંક્યો છે. ભુવાજીએ ધૂણતા-ધૂણતા ગેનીબેન ઠાકોરને પડકાર્યા. તેમણે કહ્યુ કે DJ બંધ રાખુ તો દેહમાં જોગણી ન આવે. વીડિયો શુંટીંગવાળા વીડિયો પણ બંધ નહીં કરે. ભલે ગેનબેને કહ્યુ હોય પણ બધાના ધંધા છે. ચૈત્ર મહિનાની બીજ અને વૈશાખ મહિનાની ત્રીજ આવે જ છે, એમા DJ ન વાગે તો હું માતા ન કહેવાઉ. વધુમાં ભુવાજીએ કહ્યુ ગેનીબેનને જવાબ આપવાની મારી તાકાત છે. મારી તાકાતથી બધાની બોલતી બંધ કરી દઈશે.

“DJ બંધ રાખુ તો દેહમાં જોગણી ન આવે”

હાલ તો ભુવાજીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કાંકરેજ તાલુકાનો અને ટીનાજી ઠાકોર નામના વ્યક્તિનો હોવાનું સામે આવ્યુ છે. આ સાથે ભુવાજીએ ગેનીબેન સામે એવો પણ આક્ષેપ કર્યો કે ગેનીબેન સાત ભોજન જમીન આવે છે અને ઠાકોરોના છોકરા લુખ્ખુ જમી રહ્યા છે. તેમણે કહ્યુ જેમને ફોન કરવો હોય એ કરી દે… પણ ગેનીબેનને જવાબ આપવાની મારી તાકાત છે.

આ વિવાદ વકર્યા બાદ ભુવા ટીનાજીએ સ્પષ્ટતા કરી “રતનપરા ગામે રમેલ હતી, તેમાં DJ, સાઉન્ડ વિશે માતાજી બોલ્યા છે. DJ વાગશે પરંતુ, રમેલ અને ભજનમાં વાગશે. લગ્ન પ્રસંગમાં DJ બંધ રહેશે, બંધારણ તોડવાની કોઈ વાત નથી. આ સાથે તેમણે આક્ષેપ કર્યો કે બંધારણના નિયમો તો ખુદ ગેનીબેન ઠાકોરે તોડ્યા છે હારીજમાં VIP લગ્નોમાં જઈ ગેનીબેને બંધારણ તોડ્યું છે.

ક્યાંથી શરૂ થયો વિવાદ?

ઠાકોર સમાજના નવા બંધારણમાં સર્વાનમતે લગ્નપ્રસંગોમાં DJ વગાડવા પર પ્રતિબંધ મુકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ છાબડીયામાં આયોજિત લગ્ન પ્રસંગે DJમાં અર્જુન ઠાકોરે ગીતો ગાતા ઠાકોર સમાજ નારાજ થયો છે. સોશિયલ મીડિયા પર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે આક્રોશ ઠાલવ્યો છે.

ડીજે પ્રતિબંધનો ભંગ કરવા બદલ ગબ્બર ઠાકોર અને તેના કાકા લહેરાજી ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર મૂકવામાં આવ્યા હતા.આ નિર્ણય સામે હવે ગબ્બર ઠાકોર અને તેમનો પરિવાર મેદાને ઉતર્યો છે. જાબડીયા ગામમાં યોજાયેલી બેઠકમાં તેમણે ન્યાયની માંગ ઉઠાવી હતી. મોટી સંખ્યામાં લોકો ગબ્બર ઠાકોરના સર્મથનમાં ઉમટી પડ્યા હતા અને ગબ્બર ઠાકોર સામે લેવાયેલા પગલાનો વિરોધ કર્યો છે. પરિવારનો આરોપ છે કે તેમની વિરુદ્ધ આયોજનબદ્ધ રીતે ષડયંત્ર કરવામાં આવ્યુ છે. તેમણે કોઈ બંધારણનો ભંગ કર્યો નથી. તેમને સાંભળ્યા વગર જ એકતરફી નિર્ણય લેવાયો છે. સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે દાવો કર્યો હતો કે તેમણે સમાજના બંધારણના કોઈ નિયમો નથી તોડ્યા નથી. ગામમાં ડીજે તેઓ લાવ્યા નથી, સામે પક્ષે ડીજેનું આયોજન હતું.. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે બંધારણની નકલ ગામમાં આવી નથી.

વિક્રમ ઠાકોરે કર્યુ ગબ્બર ઠાકોરનું સમર્થન

વિક્રમે ઠાકોરે કહ્યુ ઠાકોર સમાજના સંમેલનમાં પણ મે DJ મુદ્દે વિરોધ કર્યો હતો. ત્યારે મેં ગેનીબેન ઠાકોરને એક વિનંતી કરી હતી.ત્યારે ગેનીબહેને કહ્યું કે તેઓએ બંધારણ નથી બનાવ્યું.પરંતુ બોલ્યા તો તમે જ હતાને ? પહેલા તો આગળ તમે જ આવ્યા હતા ને ? એક DJ માં 15 કલાકારો કામ કરે છે.એવા કેટલા લોકો આજે ઘરે બેસી રહ્યા છે.હવે જે લોકો ઘરે બેસી રહ્યા છે તેઓને રોજગાર તમે આપો.નોકરી આપો ધંધો આપો.

આ પ્રકારે એક બાદ એક પણ ઠાકોર સમાજમાં જ ડીજે પ્રતિબંધને લઈને દબાતા સૂરે પણ વિરોધ ઉઠી રહ્યા છે. જો કે ઠાકોર સમાજનું બંધારણ સમાજના શ્રેષ્ઠીઓએ મળીને બનાવ્યુ છે પરંતુ હાલ હોળીનું નાળિયેર ગેનીબેન ઠાકોરને બનાવવામાં આવી રહ્યા છે અને તેમના પર જ આક્ષેપ કરાઈ રહ્યા છે.

નવા બંધારણને લઈને ઠાકોર સમાજમાં તડા, DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">