AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની મેચ રદ થાય તો કોને સેમીફાઈનલની ટિકિટ મળશે?આ છે નિયમ

India vs West Indies : ટી20 વર્લ્ડકપ 2026ની સુપર-8 સ્ટેજમાં ટીમ ઈન્ડિયા પોતાની છેલ્લી મેચ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમશે. આ મેચ પહેલા ગ્રુપ-એની સેમીફાઈનલિસ્ટનો નિર્ણય લેવાશે.

T20 WC Breaking  : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની મેચ રદ થાય તો કોને સેમીફાઈનલની ટિકિટ મળશે?આ છે નિયમ
| Updated on: Feb 27, 2026 | 9:42 AM
Share

IND vs WI, T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપ 2026ના સુપર-8 સ્ટેજમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાનારી આ મેચ કરો યા મરો જેવી રહેશે. 1 માર્ચ 2026ના રોજ કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાનારી આ મેચ વર્ચુઅલ ક્વાર્ટર ફાઈનલ જેવી છે. ગ્રુપ એથી દુર બીજી સેમિફાઈનલિસ્ટનો નિર્ણય આ મેચથી થશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, જો કોઈ કારણોસર આ મેચ રદ થઈ તો શું થશે. ભારત-વેસ્ટઈન્ડિઝમાં કઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચશે.

જો મેચ રદ થાય, તો સેમિફાઇનલની ટિકિટ કોને મળશે?

ગ્રુપ એના પોઈન્ટ ટેબલમાં હાલમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ બરાબર પોઈન્ટ છે. વેસ્ટઈન્ડિઝ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. તો ભારતના પણ 2 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના કારણે તે ત્રીજા નંબર પર છે. આ મેચ જીતનારી ટીમ 4 પોઈન્ટ સાથે સીધી સેમિફાઈનલમાં પહોંચી જશે. પરંતુ ભારત અને વેસ્ટઈન્ડિઝની મેચ વરસાદના કારણે રદ થાય છે તેમજ નો રિઝલ્ટ રહે છે. તો આઈસીસીના નિયમ અનુસાર બંન્ને ટીમને 1-1 પોઈન્ટ મળશે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

આ સ્થિતિમાં બંન્ને ટીમના કુલ પોઈન્ટ 3-3 થઈ જશે. સેમિફાઈનલમાં પહોંચનારી ટીમનો નિર્ણય નેટ રન રેટથી થશે. વેસ્ટઈન્ડિઝનો NRR +1.791 છે જે ભારતના -0.100 થી સારો છે. વરસાદ કે અન્ય કોઈ કારણોસર મેચ રદ થશે તો આવી સ્થિતિમાં વેસ્ટઈન્ડિઝ સેમિફાઈનલમાં પહોંચી જશે. ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જે ભારતીય ચાહકો માટે એક મોટો ઝટકો હશે.

કેવું રહેશે કોલકાતાનું હવામાન

વેધર રિપોર્ટ મુજબ 1 માર્ચના રોજ કોલકત્તામાં વરસાદની કોઈ શકયતા નથી. મેચના સમયે હવામાન ચોખ્ખું રહેવાની આશા છે. આનો મતલબ એ થયો કે, ચાહકો આખી મેચ જોઈ શકશે. તેમજ ટીમ પોતાના પ્રદર્શન પર સેમિફાઈનલમાં સ્થાન બનાવશે. બંન્ને ટીમ વર્લ્ડકપમાં 10 વર્ષ બાદ આમને-સામને આવશે. ગત્ત વખતે ભારતીય ટીમને હાર મળી હતી. હવે ભારતની નજર હિસાબ બરાબર કરવા પર રહેશે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ, જે અગાઉ ICC વર્લ્ડ T20 તરીકે ઓળખાતો હતો, ક્રિકેટના T20 ઇન્ટરનેશનલ ફોર્મેટની સૌથી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">