હિન્દી v/s મરાઠી ભાષાના વિવાદ પર અજય દેવગણે સિંધમ સ્ટાઈલમાં જવાબ આપ્યો કહ્યું, આતા માઝી સટકલી
અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં અજય દેવગન એક નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અજય દેવગણે સિંધમ સ્ટાઈલમાં મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા પર ચાલી રહેલા વિવાદ પર જવાબ આપ્યો હતો.

બોલીવુડ અભિનેતા અજય દેવગનની છેલ્લે ફિલ્મ ‘રેડ 2’ હતી, જેમાં તેમણે આવકવેરા અધિકારી અમય પટનાયકની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીતી લીધા હતા. હવે આ અભિનેતા તેમના ચાહકોને હસાવવા આવી રહ્યા છે. અજય દેવગનની ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’નું ટ્રેલર આજે 11 જુલાઈના રોજ રિલીઝ થયું છે. આ 2 મિનિટ 59 સેકન્ડના ટ્રેલરમાં, મૃણાલ ઠાકુર અજય દેવગન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. આ ઉપરાંત, નીરુ બાજવા પણ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહી છે.
“આતા માઝી સટકલી”
‘સન ઓફ સરદાર 2’ ના ટ્રેલર લોન્ચ સમયે, અજય દેવગણે ફક્ત તેની ફિલ્મથી જ નહીં, પરંતુ એક ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું, સોશિયલ મીડિયા પર તેના લોકો અવનવી વાતો પણ કરી રહ્યા છે.મહારાષ્ટ્રમાં ચાલી રહેલી મરાઠી વિરુદ્ધ હિન્દી ભાષાના વિવાદ વિશેના પ્રશ્નના જવાબમાં અજય દેવગણે પોતાની સિંઘમ સ્ટાઈલમાં કર્યું, “ભાષા વિશે હું એકમાત્ર જવાબ આપી શકું છું, ‘આતા માઝી સટકલી’,”
“આતા માઝી સટકલી” એ અજય દેવગનની ફિલ્મ સિંઘમ રિટર્ન્સનો એક લોકપ્રિય ડાયલોગ છે. તેનો અર્થ થાય છે “હવે મને ગુસ્સો આવી રહ્યો છે” મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મરાઠી અને હિન્દી ભાષા વચ્ચે જંગ ચાલી રહ્યો છે.
શું છે સમગ્ર ઘટના
એક ઘટના 20 જૂનના રોજ મીરા રોડ પર બની હતી. જેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કેટલાક કાર્યકર્તાઓએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો. આ દુકાનદારની ભૂલ એટલી હતી કે, તે મરાઠી બોલી રહ્યો ન હતો.મનસે કાર્યકર્તાઓએ આ દુકાનદારોને મરાઠી ન બોલવાના કારણે તેને માર માર્યો હતો. શું આ મનસે કાર્યકર્તાઓની ગુંડાગીરી છે કે નહી?
આ ઘટના વિરુદ્ધ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતી અને મારવાડી દુકાનદારોએ જોરદાર પ્રદર્શન કર્યું હતુ. લોકોએ મરાઠી ભાષા બળજબરીથી બોલાવવા નામે થઈ રહેલી ગુંડાગીરીનો વિરોધ કર્યો હતો. ત્યારથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષા પર વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદ પર જ્યારે સિંધમને પુછવામાં આવ્યું તો અભિનેતાએ કહ્યું ‘આતા માઝી સટકલી’
