Safe Internet Day: બાળકો પર વધી રહ્યું છે સાયબર બુલિંગનું જોખમ, ઈન્ટરનેટ પર સાવચેત રહેવાની છે જરૂર

સુરક્ષિત અને બહેતર ઈન્ટરનેટ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ફેબ્રુઆરીમાં સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે તેની ઉજવણી 7 ફેબ્રુઆરીએ કરવામાં આવી રહી છે. 'સેફ ઈન્ટરનેટ ડે'નો ઉદ્દેશ્ય લોકોને સુરક્ષિત ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે.

Safe Internet Day: બાળકો પર વધી રહ્યું છે સાયબર બુલિંગનું જોખમ, ઈન્ટરનેટ પર સાવચેત રહેવાની છે જરૂર
Symbolic ImageImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 6:35 PM

સમગ્ર વિશ્વમાં આજે સેફ ઈન્ટરનેટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરક્ષિત અને બહેતર ઈન્ટરનેટ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ફેબ્રુઆરીમાં સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે તેની ઉજવણી 7 ફેબ્રુઆરીએ કરવામાં આવી રહી છે. ‘સેફ ઈન્ટરનેટ ડે’નો ઉદ્દેશ્ય લોકોને સુરક્ષિત ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે.

આ પણ વાંચો: Android Updates : ભૂલથી પણ અવગણતા નહીં સિસ્ટમ અપડેટનું નોટિફિકેશન, આ કારણે છે તમારા માટે જરૂરી

‘સેફ ઈન્ટરનેટ ડે’ એ એક વૈશ્વિક પહેલ છે જેનો ઉદ્દેશ દરેક વ્યક્તિ માટે ઈન્ટરનેટને વધુ સારી અને સુરક્ષિત જગ્યા બનાવવાનો છે. EU ના ‘બેટર ઈન્ટરનેટ ફોર ચિલ્ડ્રન’ કાર્યક્રમના ભાગ રૂપે 2004માં સુરક્ષિત ઈન્ટરનેટ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આજના આધુનિકતાના યુગમાં આપણી જરૂરિયાત માત્ર રોટી, કપડા અને મકાન પૂરતી સીમિત નથી.

હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો
મહાકુંભમાં આવેલી સુંદર આંખોવાળી આ યુવતી બની ચર્ચાનું કેન્દ્ર- જુઓ Video
પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે કયો પાઠ કરવો જોઈએ?
ફેબ્રુઆરીમાં ગુરુ થશે માર્ગી, આ રાશિના જાતકો થશે માલામાલ

આપણી જરૂરિયાતોની યાદીમાં ઈન્ટરનેટનું નામ પણ ઉમેરાઈ ગયું છે. આજે બાળકો, યુવાનો અને વૃદ્ધો બધા ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટના જેટલા ફાયદા છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે. ઈન્ટરનેટના ઉપયોગથી અનેક પ્રકારના ગુનાઓ પણ આચરવામાં આવે છે. આમાં, ઓનલાઈન છેતરપિંડી અને સાયબર બુલિંગના ઘણા કિસ્સાઓ છે. આવી સ્થિતિમાં લોકોને ઈન્ટરનેટ પર સાઈબર ક્રાઈમથી બચાવવા અને ઈન્ટરનેટ વિશે જાગૃત કરવા દર વર્ષે ‘સેફ ઈન્ટરનેટ ડે’ની ઉજવણી કરવામાં આવે છે.

McAfee નો રિપોર્ટ કહે છે કે 85% ભારતીય બાળકો સાયબર બુલિંગનો શિકાર બની રહ્યા છે. તેથી આજના યુગમાં આપણે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ ઊભું કરીએ તે જરૂરી છે. આ અંગે ટ્રીહાઉસ સ્કૂલના સ્થાપક રાજેશ ભાટિયા કહે છે કે આજે એ ખૂબ જ જરૂરી છે કે વિદ્યાર્થીઓને ઈન્ટરનેટ પ્રોટોકોલ શીખવવામાં આવે અને ઘર અને શાળાઓમાં સલામત વાતાવરણ બનાવવામાં આવે જ્યાં તેઓ કોઈપણ ખચકાટ વિના ઓનલાઈન મુદ્દાઓ પર ચર્ચા કરી શકે. તેમણે સ્વીકાર્યું કે બાળકોને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાથી રોકી શકાતા નથી, પરંતુ તેનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો તે તેમને ચોક્કસપણે શીખવી શકાય છે.

શું છે સાયબર બુલિંગ ?

સાયબર બુલિંગ એ ઓનલાઈન રેગિંગનું એક સ્વરૂપ છે. આ ઈન્ટરનેટ દ્વારા થતું શોષણ છે. જેમાં કોઈને ધમકી આપવી, તેની વિરુદ્ધ અફવા ફેલાવવી, અભદ્ર ટિપ્પણીઓ, અશ્લીલ ભાષા, ફોટાનો દુરુપયોગ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. બુલિંગ એ ઓનલાઈન ગેમ્સની જાળમાં ફસાવીને પૈસા પડાવવાની એક નવી લોકપ્રિય રીત પણ છે.

કેવી રીતે થાય છે સાયબર બુલિંગ ?

જો બાળકોમાં અચાનક ડિપ્રેશન વધી જાય, સામાજિક આયોજનથી ડરે, કોમ્પ્યુટર કે મોબાઈલથી ડર લાગે, ઊંઘ-ભૂખ વધે કે ઓછી થઈ જાય, હિંસક કે નિરાશાવાદી લક્ષણો જોવા મળે તો સમજવું જોઈએ કે કંઈક ખોટું છે. સાયબર બુલિંગનો ભોગ બનેલા લોકો માટે, તે ભયાનક અને હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેમની સાથે વાત કરો અને તેમની સમસ્યા સમજો.

સાયબર બુલિંગ કેવી રીતે રોકવું ?

સાયબર બુલિંગ ઘણી રીતે થાય છે. આમાં ટ્રોલિંગ, સાયબર હેરેસમેન્ટ, ચીટિંગ અને ફ્લેમિંગનો સમાવેશ થાય છે. આને રોકવા માટે, તમારા બાળકને સમજાવો કે તેણે કોઈના માટે વાંધાજનક કન્ટેન્ટ ન મૂકવું જોઈએ. તમારા બાળકની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખો. તમારા બાળક સાથેના દરેક એકાઉન્ટ પર જાઓ અને ખાતરી કરો કે ગોપનીયતા સેટિંગ્સ સુરક્ષિત છે. બાળકોને નકલી એકાઉન્ટ વિશે ચેતવણી આપો. ભારપૂર્વક જણાવો કે તમારા બાળકે તેમનો પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરવો જોઈએ.

શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
g clip-path="url(#clip0_868_265)">