Bullet Train: એક નાની અમથી વસ્તુ જે દેશની પ્રથમ હાઇ સ્પીડ બુલેટ ટ્રેનને કરશે ગાઈડ, જાણો શું છે એનિમોમીટર?

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેનને લઈને એક નવું અપડેટ આવ્યું છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે 14 સ્થળોએ એનિમોમીટર નામનું ઉપકરણ લગાવવામાં આવશે. ચાલો જાણીએ બુલેટ ટ્રેનના ટ્રેકમાં એનિમોમીટરનું કાર્ય શું છે?

Bullet Train: એક નાની અમથી વસ્તુ જે દેશની પ્રથમ હાઇ સ્પીડ બુલેટ ટ્રેનને કરશે ગાઈડ, જાણો શું છે એનિમોમીટર?
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 5:26 PM

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર આ પ્રોજેક્ટ અંગે નવી માહિતી શેર કરી છે. ટ્વીટ મુજબ બુલેટ ટ્રેનના 508 કિલોમીટર લાંબા રૂટ પર 14 જગ્યાએ એનિમોમીટર લગાવવામાં આવશે. એનિમોમીટર એ એક ઉપકરણ છે જે પવનની ગતિને માપે છે. તેનાથી બુલેટ ટ્રેનની સુરક્ષામાં વધારો થશે.

એનિમોમીટર સ્થાપિત કરવાનું કામ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ને સોંપવામાં આવ્યું છે. NHSRCL ની સ્થાપના ખાસ કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કરવામાં આવી છે. આમાં રેલ્વે મંત્રાલય અને ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકારની ભાગીદારી છે. NHSRCL એ માહિતી આપી છે કે 14માંથી 5 એનિમોમીટર મહારાષ્ટ્રમાં અને 9 એનિમોમીટર ગુજરાતમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. ચાલો જાણીએ કે પવનને માપતા એનિમોમીટર બુલેટ ટ્રેનના સુરક્ષિત સંચાલનમાં કેવી રીતે મદદ કરશે.

શા માટે એનિમોમીટરની જરૂર?

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર દેશના પશ્ચિમ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થશે. અહીં કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ એકદમ ઝડપી છે. કેટલીકવાર તે એટલું મજબૂત બની જાય છે કે વાયડક્ટ પર ટ્રેન ચલાવવી સલામત નથી. વાયડક્ટ એ પુલ જેવું માળખું છે, જે બે થાંભલાઓને જોડે છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 153 કિલોમીટરના પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ બ્રિજ પર બુલેટ ટ્રેનના સુરક્ષિત સંચાલન માટે એનિમોમીટર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

એનિમોમીટર કેવી રીતે કામ કરે છે?

એનિમોમીટર એ એક પ્રકારની આપત્તિ નિવારણ પ્રણાલી છે જે 0-252 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો વાસ્તવિક સમયનો ડેટા એકત્રિત કરે છે. તેની ખાસ વાત એ છે કે તે 0 થી 360 ડિગ્રી સુધીના તેજ પવનને મોનિટર કરે છે. આ કારણોસર, જોરદાર પવનો અને તોફાનોનો સામનો કરવા માટે, NHSRCL એ આવા 14 સ્થળો (ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્રમાં 5) આઇડન્ટીફાઈ કર્યા છે જ્યાં વાયડક્ટ પર એનિમોમીટર સ્થાપિત કરવામાં આવશે.

હવે આ કેવી રીતે કાર્ય કરશે તે વિશે વાત કરવામાં આવએ તો. જો પવનની ગતિ 72 કિમી પ્રતિ કલાકથી 130 કિમી પ્રતિ કલાકની રેન્જમાં હોય, તો ટ્રેન તેની ગતિને તે મુજબ ગોઠવશે. ઓપરેશન કંટ્રોલ સેન્ટર (OCC) વિવિધ સ્થળોએ સ્થાપિત એનિમોમીટર દ્વારા પવનની ગતિ પર નજર રાખશે. આ 14 જગ્યાએ લગાવવામાં આવશે એનિમોમીટર-

  • દેસાઈ ખાદી – મહારાષ્ટ્ર
  • ઉલ્હાસ નદી – મહારાષ્ટ્ર
  • બંગાળ પારા – મહારાષ્ટ્ર
  • વૈતરણા નદી – મહારાષ્ટ્ર
  • દહાણુ – મહારાષ્ટ્ર
  • દમણ ગંગા નદી – ગુજરાત
  • નવસારી ઉપનગર – ગુજરાત
  • તાપી નદી – ગુજરાત
  • નર્મદા નદી – ગુજરાત
  • ભરૂચ-વડોદરાનો મધ્ય ભાગ – ગુજરાત
  • મહી નદી – ગુજરાત
  • બારેજા – ગુજરાત
  • સાબરમતી નદી – ગુજરાત

દેશમાં પ્રથમ વખત બેલાસ્ટલેસ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે

ભારતમાં પ્રથમ વખત દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે આધુનિક ટેક્નોલોજી સાથે બેલાસ્ટલેસ ટ્રેક પણ બનાવવામાં આવી રહ્યો છે. આ બેલાસ્ટ-લેસ ટ્રેક છે અને ટ્રેનને સારી સ્થિરતા પ્રદાન કરે છે. આ ટ્રેક સિસ્ટમમાં મુખ્યત્વે ચાર ભાગો છે – વાયડક્ટ ઉપર આરસી ટ્રેક, સિમેન્ટ ડામર મોર્ટાર, પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ અને ફાસ્ટનિંગ ડિવાઇસ. આ ખાસ ટ્રેક ગુજરાતમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આને લગતો એક વીડિયો શેર કર્યો હતો.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">