નવસારીમાં શ્વાનનો વધ્યો ત્રાસ, 5 દિવસમાં 50 થી વધુ લોકો પર કર્યો હુમલો- Video

નવસારીમાં શ્વાનનો વધ્યો ત્રાસ, 5 દિવસમાં 50 થી વધુ લોકો પર કર્યો હુમલો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2025 | 8:00 PM

રાજયમાં રખડતા ઢોર અને શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. ક્યારેક આખલાની અડફેટે બાળકો અને વૃદ્ધો આવી જાય છે તો ક્યારેક શ્વાન હુમલો કરી દે છે. નવસારીમાં વોરાવાડ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસમાં 50થી વધુ લોકોને શ્વાન કરડ્યા. શ્વાનથી ઇજાગ્રસ્ત લોકો હાલ સિવિલમાં સારવાર લઈ રહ્યાં છે.

હડકવા. આ શબ્દ તમે સાંભળ્યો હશે, સમગ્ર દુનિયામાં હડકવા થયા પછીની દવા શોધી શકાય નથી. ત્યારે હડકાયેલું કૂતરું સમાજ માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે. નવસારી શહેરમાં બે દિવસમાં 28 જેટલા લોકોને રખડતા શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવ્યા. કુતરા કરડવાના કિસ્સાઓમાં વધારો થતા શહેરીજનોમાં આક્રોશની લાગણીની સાથે ભયનો માહોલ ઉભો થયો છે.

શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે રસ્તે ચાલતા લોકોને રખડતા કુતરા કરડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પાંચ દિવસમાં 50થી વધુ કુતરાઓ કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં લોકોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. શહેરના વ્હોરા વાડ, ઝવેરી સડક, ભેંસદ ખાડા અને જુના થાણા વિસ્તારમાં કુતરાઓ કરડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

જો કે આટલા કેસ છતાં મહાનગરપાલિકા પાસે કોઇ નક્કર પ્લાન નથી. જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી જ આપી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">