WhatsApp એ નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ કર્યા બેન, ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યુઝર્સ

આ પહેલા ઓક્ટોબરમાં વોટ્સએપે 20 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. WhatsAppના દેશમાં 400 મિલિયનથી વધુ યુઝર્સ છે. રિપોર્ટ અનુસાર, +91 ફોન નંબર દ્વારા ભારતીય એકાઉન્ટની ઓળખ કરવામાં આવે છે.

WhatsApp એ નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ કર્યા બેન, ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યુઝર્સ
WhatsApp (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 1:54 PM

ઓક્ટોબરમાં વોટ્સએપે 20 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો

સોશિયલ મીડિયા (Social Media) કંપની વોટ્સએપે તેના અનુપાલન અહેવાલ (Compliance report)માં જણાવ્યું હતું કે તેમણે નવેમ્બર 2021માં 17.5 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કર્યા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન તેમને 602 ફરિયાદો મળી હતી.

તેના તાજેતરના અહેવાલમાં, મેસેજિંગ પ્લેટફોર્મે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન WhatsApp પર 17,59,000 ભારતીય એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, +91 ફોન નંબર દ્વારા ભારતીય એકાઉન્ટની ઓળખ કરવામાં આવે છે.

WhatsAppના પ્રવક્તાએ કહ્યું, ‘IT નિયમો 2021 મુજબ, અમે નવેમ્બર મહિના માટે અમારો છઠ્ઠો માસિક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ યુઝર-સેફ્ટી રિપોર્ટમાં વોટ્સએપ દ્વારા કરવામાં આવેલી યુઝર ફરિયાદો અને સંબંધિત કાર્યવાહીની વિગતો તેમજ વોટ્સએપ દ્વારા જ લેવામાં આવેલી કાર્યવાહીનો સમાવેશ થાય છે. ફેસબુકની માલિકીની કંપનીએ અગાઉ કહ્યું હતું કે 95 ટકાથી વધુ પ્રતિબંધો ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિંગ (સ્પામ)ના અનધિકૃત ઉપયોગને કારણે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઓક્ટોબર મહિનાની કાર્યવાહી

આ પહેલા ઓક્ટોબરમાં વોટ્સએપે 20 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કંપનીને તે મહિને 500થી વધુ ફરિયાદો મળી હતી. દેશમાં WhatsAppના 400 મિલિયનથી વધુ યુઝર્સ છે. ભૂતકાળમાં, કંપની વતી એવું કહેવામાં આવ્યું હતું કે પ્રતિબંધિત તમામ એકાઉન્ટ્સનું સૌથી મોટું કારણ એ છે કે આ એકાઉન્ટ્સની મદદથી બલ્ક મેસેજિંગ કરવામાં આવ્યું હતું.

ગયા વર્ષે મે મહિનામાં સરકારે નવો IT નિયમ લાગુ કર્યો હતો. આ નિયમ અનુસાર, જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના 5 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે, તો તેણે દર મહિને અનુપાલન રિપોર્ટ સબમિટ કરવો પડશે.

ટેકનોલોજીમાં વધુ રોકાણ

કંપનીએ કહ્યું કે અમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ પર ભારે રોકાણ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે દરેક વપરાશકર્તા આ પ્લેટફોર્મ પર સુરક્ષિત અનુભવે.

સરકાર સાથે સંઘર્ષ

વર્ષ 2021 ની શરૂઆત સોશિયલ મીડિયા દિગ્ગજો અને ભારત સરકાર વચ્ચેના સંઘર્ષ સાથે થઈ હતી અને નવા વર્ષ 2022 માં, આ તણાવ વધુ વધવાની આશા છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર વ્યક્તિગત ડેટાની સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ પર કડક દેખરેખ અને સરહદ પારથી આવતી માહિતીના નિયમન માટે કાયદો લાવી છે.

ફેબ્રુઆરીમાં, કેન્દ્રએ સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મને વધુ જવાબદાર બનાવવા માટે કડક નિયમો લાવ્યા હતા. આ હેઠળ, આ ક્ષેત્રની કંપનીઓએ શક્ય તેટલી વહેલી તકે વિવાદિત સામગ્રીને દૂર કરવી, ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક કરવી, તપાસકર્તાઓ સાથે સહકાર કરવો વગેરે.

ફેસબુક (હવે મેટા) અને ગૂગલે 26 મેની સમયમર્યાદા સુધીમાં આ નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું, પરંતુ વધારાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગયા પછી પણ ટ્વિટરે નિયમો અનુસાર અધિકારીઓની નિમણૂક કરી ન હતી.

આ પણ વાંચો: યુરિયાના બદલે આ ખેડૂતે ગૌમૂત્રનો કર્યો ઉપયોગ, ઘઉંના પાકમાં મળ્યું નોંધપાત્ર ઉત્પાદન

આ પણ વાંચો: Success Story: વટાણાની સામૂહિક ખેતી કરી મહિલાઓએ કિર્તીમાન સ્થાપિત કર્યો, લાખોમાં કરી કમાણી

g clip-path="url(#clip0_868_265)">