રોમાચંક મેચમાં જીત બાદ, PM modi એ પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ સાથે વાત કરી, ટીમને આપ્યા અભિનંદન
ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. PM મોદીએ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ, કોચ ગ્રેહામ રીડ અને સહાયક કોચ પિયુષ દુબે સાથે વાત કરી અને તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
PM modi :ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics) માં ભારતીય પુરુષ હોકી ટીમ(Indian Men’s Hockey Team) ની ઐતિહાસિક જીતની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સુધી દરેક ખેલાડીઓને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ દરમિયાન પીએમ મોદીએ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ (Manpreet Singh), કોચ ગ્રેહામ રીડ અને સહાયક કોચ પીયુષ દુબે સાથે વાત કરી અને તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, “ખૂબ ખૂબ અભિનંદન, આખો દેશ નાચી રહ્યો છે, તમારી મહેનત કામ કરી રહી છે, તમામ ખેલાડીઓને અભિનંદન. મનપ્રીત સિંહે કહ્યું, “તમારી પ્રેરણા ખૂબ જ કામ આવી સર”
#WATCH | PM Narendra Modi speaks to the India Hockey team Captain Manpreet Singh, coach Graham Reid and assistant coach Piyush Dubey after the team won #Bronze medal in men’s hockey match against Germany#TokyoOlympics pic.twitter.com/NguuwSISsV
— ANI (@ANI) August 5, 2021
ભારતે ગુરુવારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલના પ્લે-ઓફ મેચમાં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ (Bronze medal)જીત્યો હતો. વડાપ્રધાન મોદીએ મનપ્રીતને કહ્યું, “ખુબ ખુબ ખુબ અભિનંદન.તમારા માટે આખી ટીમે અદ્ભુત કામ કર્યું છે,
વડાપ્રધાને કહ્યું કે, બેલ્જિયમ સામેની હાર બાદ મનપ્રીતનો અવાજ ઢીલો હતો પરંતુ આજે સંપૂર્ણ ઉત્સાહ છે.તેણે કહ્યું, તે દિવસે તમારો અવાજ ઢીલો હતો. આજનો દિવસ ઉત્સાહથી ભરેલો છે. તમારી મહેનત કામ કરી રહી છે. મારી તરફથી તમામ ખેલાડીઓ (Players)ને અભિનંદન. આપણે 15 મી ઓગસ્ટના રોજ મળી રહ્યા છીએ, મેં બધાને બોલાવ્યા છે, તે દિવસે મળીશું. ”
કોચ સાથે પણ વાત કરી
વડાપ્રધાન મોદીએ રીડ સાથે વાત કરી અને ઈતિહાસ રચવા માટે અભિનંદન પાઠવ્યા હતા. રીડે કહ્યું કે, સેમીફાઇનલ (Semifinals)માં હાર બાદ તમારી વાતોએ ટીમને પ્રેરણા આપી હતી. વડાપ્રધાન મોદીએ પહેલા પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતીયો આ દિવસને હંમેશા યાદ રાખશે.
તેમણે ટ્વિટ કર્યું, “ઐતિહાસિક. આ દિવસ હંમેશા દરેક ભારતીયની યાદમાં રહેશે. બ્રોન્ઝ મેડલ (Bronze medal)જીતવા બદલ પુરુષ હોકી ટીમને અભિનંદન. આ સાથે તેણે સમગ્ર દેશને, ખાસ કરીને યુવાનોને રોમાંચિત કર્યા છે. ભારતને તેની હોકી ટીમ પર ગર્વ છે.
હિન્દીમાં અન્ય એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું, “પ્રફુલ્લિત ભારત! પ્રેરિત ભારત! ગર્વિત ભારત! ટોક્યોમાં હોકી ટીમની અદભૂત જીત સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે. આ નવું ભારત છે, આત્મવિશ્વાસથી ભરેલું ભારત. હોકી ટીમને ફરીથી અભિનંદન અને શુભકામનાઓ.
આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર