વિરાટથી ગાવસ્કર સુધીનાના વર્ષો જૂના રેકોર્ડ તોડતો શુભમન ગિલ, જાણો આટલા નવા વિક્રમ બનાવ્યા
ભારતીય ક્રિકેટ ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે, એજબેસ્ટન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. પહેલી ઇનિંગમાં બેવડી સદી ફટકાર્યા બાદ, તેણે બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી. જેના કારણે તેણે વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.


ભારતના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટમાં રેકોર્ડ સર્જયો છે. ગિલે આ મેચની બંને ઇનિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું અને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં બેવડી સદી ફટકારીને 269 રન બનાવ્યા. જ્યારે, તેણે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી

કોઈ પણ એક જ ટેસ્ટ મેચની બે ઈનિગ્સ સદી અને બેવડી સદી ફટકાવાના કિસ્સામાં શુભમન ગિલ વિશ્વનો 9મો બેટ્સમેન બન્યો છે. જ્યારે, તે ભારત તરફથી આ સિદ્ધિ મેળવનાર ફક્ત બીજો જ બેટ્સમેન છે. તેની પહેલા સુનીલ ગાવસ્કરે 1971 માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ સિદ્ધિ મેળવી હતી.

શુભમન ગિલે આ મેચની બંને ઇનિંગ્સમાં 350 થી વધુ રન બનાવ્યા છે. આ સાથે, તે ટેસ્ટમાં આટલા બધા રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. અગાઉ આ રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે હતો. તેમણે 1971 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં 344 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે કેપ્ટન તરીકે પોતાની કારકિર્દી ખૂબ જ વિસ્ફોટક રીતે શરૂ કરી છે. તેમણે આ શ્રેણીમાં અત્યાર સુધી 500 થી વધુ રન બનાવ્યા છે. જેના કારણે તેમણે ભારતીય કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ પહેલા વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં 449 રન બનાવ્યા હતા.

શુભમન ગિલ સેના ટેસ્ટ મેચમાં 300 થી વધુ રન બનાવનાર ફક્ત ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. આ સાથે જ, ગિલ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં 300 રનનો આંકડો પાર કરનાર એશિયાનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. ( તમામ તસવીર સૌજન્ય PTI )
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

































































