RCB Retention List IPL 2025: RCB એ વિરાટ કોહલી માટે ખોલી નાખી તિજોરી, કેપ્ટનને કાઢી મૂક્યો
Royal Challengers Bengaluru Retention Player List for IPL 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ માત્ર 3 ખેલાડીઓ જાળવી રાખ્યા છે. આરસીબીએ તેમની ટીમના કેપ્ટન પરથી વિશ્વાસ ગુમાવ્યો હતો.
IPL 2025 માટે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ ટીમોમાંની એક RCBએ આશ્ચર્યજનક રીતે માત્ર 3 ખેલાડીઓને જ જાળવી રાખ્યા છે. સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર એ છે કે RCBએ તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને જાળવી રાખ્યો નથી.
આ ઉપરાંત મોહમ્મદ સિરાજ પણ ટીમની બહાર થઈ ગયો છે. સિરાજને બદલે બેંગલુરુએ ખૂબ જ ઓછા અનુભવી યુવા ભારતીય બોલરને ટીમમાં જાળવી રાખ્યો છે. બેંગલુરુએ ગ્લેન મેક્સવેલ અને કેમેરોન ગ્રીન જેવા ખેલાડીઓને પણ રસ્તો બતાવ્યો છે. જોકે, ટીમે અનુભવી ખેલાડી વિરાટ કોહલી માટે તિજોરી ખોલી નાખી છે. ટીમે તેના પર મોટી રકમનો વરસાદ કર્યો છે.
RCBનો ‘વિરાટ’ નિર્ણય
આરસીબીએ માત્ર ત્રણ ખેલાડીઓ પર વિશ્વાસ દર્શાવ્યો છે જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલનો સમાવેશ થાય છે. આરસીબીએ માત્ર ભારતીય પ્રતિભાને જાળવી રાખી છે. તેમના સિવાય પંજાબ કિંગ્સે પણ આવું જ કામ કર્યું છે. RCBએ સૌથી વધુ પૈસા વિરાટ કોહલીને આપ્યા હતા. વિરાટ કોહલીને 21 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. રજત પાટીદારને 11 કરોડમાં યથાવત રાખવામાં આવ્યા છે. યશ દયાલને 5 કરોડ રૂપિયામાં અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવ્યો છે.
આરસીબીએ આ ખેલાડીઓને ના જાળવ્યાં
ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, અનુજ રાવત (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, વિજયકુમાર વૈશાખ, મનોજ ભાંડગે, મહિપાલ લોમરોડ, મયંક ડાગર, રાજન કુમાર, આકાશ દીપ, હિમાંશુ શર્મા, કરશન શર્મા શર્મા, લોકી ફર્ગ્યુસન, સૌરવ ચૌહાણ, અલઝારી જોસેફ, ટોમ કુરન.
: Bengaluru, welcome your superheroes! They’re here to Play Bold donning the Red, Blue & Gold with pride once again. ❤
: 21 Savage#PlayBold #ನಮ್ಮRCB #IPLRetention #IPL2025 pic.twitter.com/BPx8PhGcDO
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 31, 2024
RCB કયા ખેલાડીઓ માટે RTM નો ઉપયોગ કરશે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ પાસે 3 રાઈટ ટુ મેચ કાર્ડ હશે. આવી સ્થિતિમાં તે મેગા ઓક્શનમાં 3 ખેલાડીઓને ખરીદી શકે છે. આ ખેલાડીઓમાં ગ્લેન મેક્સવેલનું નામ સામેલ થઈ શકે છે. તેમજ જો કેમેરોન ગ્રીન ફિટ રહેશે તો આ ખેલાડી પણ ટીમમાં વાપસી કરી શકે છે. આ સિવાય મોહમ્મદ સિરાજ પણ RTM દ્વારા ટીમમાં આવી શકે છે.