રવીન્દ્ર જાડેજાએ CSK ટીમ પર બનેલો એક ફની વીડિયો કર્યો શેર, ફેન્સ થયા ખુશ

IPL 2025 માટે ચેન્નાઈ સુપર કિંગ્સે જૂના ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે, જેઓ પહેલા પણ CSK ટીમનો ભાગ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં રવીન્દ્ર જાડેજાએ CSKની નવી ટીમ પર એક ફની વીડિયો શેર કર્યો છે અને તેને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનું રિયુનિયન ગણાવ્યું છે.

રવીન્દ્ર જાડેજાએ CSK ટીમ પર બનેલો એક ફની વીડિયો કર્યો શેર, ફેન્સ થયા ખુશ
MS Dhoni & Ravindra JadejaImage Credit source: PTI
Follow Us:
| Updated on: Nov 29, 2024 | 10:18 PM

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2025 માટે નવી ટીમ તૈયાર કરી છે. મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખૂબ જ સમજદારીપૂર્વક ખેલાડીઓ પર બોલી લગાવી અને મજબૂત ટીમ તૈયાર કરી. આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે જૂના ખેલાડીઓને ફરીથી ખરીદવા પર વધુ ધ્યાન આપ્યું, જેના કારણે તેણે પોતાની ટીમમાં એવા કેટલાક ખેલાડીઓનો સમાવેશ કર્યો જે પહેલા CSK તરફથી રમી ચૂક્યા છે. એટલે કે કેટલાક ખેલાડીઓ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં પરત ફર્યા છે. આ અંગે રવીન્દ્ર જાડેજાએ એક ફની વીડિયો શેર કર્યો છે.

રવીન્દ્ર જાડેજાએ ફની વીડિયો શેર કર્યો

આર અશ્વિન અને સેમ કુરાન જેવા મોટા ખેલાડીઓની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં વાપસી થઈ છે, આ બંને ખેલાડીઓ આ પહેલા IPLમાં CSK તરફથી રમી ચૂક્યા છે. CSKએ ફરી એકવાર રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેને પણ ખરીદ્યા છે. આ ખેલાડીઓને હરાજી પહેલા રિલીઝ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં રવીન્દ્ર જાડેજાએ એક એડિટેડ વિડિયો શેર કર્યો છે, જેમાં તેલુગુ ફિલ્મ પ્રતિ રોજુ પંડાગેના ગીત પર CSK ખેલાડીઓના ચહેરાને સુપરઈ મ્પોઝ કરવામાં આવ્યો છે. આ સાથે રવીન્દ્ર જાડેજાએ કેપ્શનમાં લખ્યું છે, ‘રિયુનિયન’.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

ચાહકોને વીડિયો ઘણો પસંદ આવ્યો

આ વીડિયોમાં, એમએસ ધોની એક પરિવારના વડા જેવો દેખાય છે અને તે આર અશ્વિનનું સ્વાગત કરતો જોવા મળે છે, જે ફરી એકવાર CSKમાં પરત ફર્યો છે. આ વીડિયોમાં સેમ કરનને એક બાળક તરીકે દર્શાવવામાં આવ્યો છે, હકીકતમાં, સેમ કરન હાલમાં માત્ર 26 વર્ષનો છે અને તે તેના માસૂમ ચહેરા માટે ચાહકોનો પ્રિય ખેલાડી પણ છે. આ વીડિયોમાં ધોની સેમ કરનને ખોળામાં લઈને ફરતો જોવા મળે છે. ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે અને ઘણા CSK ખેલાડીઓએ પણ વીડિયો પર કોમેન્ટ કરી છે.

ઓક્શનમાં CSKમાં સામેલ થયેલ ખેલાડીઓ

રવિચંદ્રન અશ્વિન, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, ખલીલ અહેમદ, નૂર અહેમદ, વિજય શંકર, સેમ કરન, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ, નાથન એલિસ, દીપક હુડા, મુકેશ ચૌધરી, શેખ રશીદ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ, શ્રેયસ ગોપાલ, રામકૃષ્ણ ઘોષ, કમલેશ નાગરકોટી, શેખ રશીદ.

આ પણ વાંચો: 9 સિક્સર, 23 બોલમાં 77 રન, ઈશાન કિશને આક્રમક બેટિંગ કરી બતાવ્યો દમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">