IPL 2024 : આઈપીએલની મેચ પહેલા ખેલાડીઓ રંગાયા હોળીના રંગમાં, દિલ્હી, રાજસ્થાન અને KKRની ટીમે પણ રમી હોળી

આઈપીએલ 2024 ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્ટાફે હોળી રમી છે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન પૃથ્વી શોની સેલ્ફી વાયરલ થઈ રહી છે. જ્યારે બ્રાવોએ ચાહકોને ખુબ નચાવ્યા હતા.રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ એકબીજાને રંગ લગાવતા જોવા મળ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મેચ પહેલા ખેલાડીઓ રંગાયા હોળીના રંગમાં, દિલ્હી, રાજસ્થાન અને KKRની ટીમે પણ રમી હોળી
Follow Us:
| Updated on: Mar 25, 2024 | 4:58 PM

રંગ બરસે ભીગે ચુનાર વાલી, રંગ બરસે આજે સૌ કોઈ હોળીના તહેવારની ધામધુમથી ઉજવણી કરી રહ્યા છે. તો ક્રિકેટરો પણ કેમ પાછળ રહે. હોળી અને આઈપીએલ આ બંન્નનું મિલન થયું છે. એટલે કે, ભલે આઈપીએલ હોય કે કોઈ અન્ય મેચ ખેલાડીઓ હોળીનો તહેવારમાં રંગથી રંગાવાનું કે રંગવાનું ભુલતા નથી. આજે અનેક આઈપીએલ ફ્રેન્ચાઈઝી અને ખેલાડી સ્પોર્ટ સ્ટાફ, તેમજ ખેલાડીઓના વીડિયો અને ફોટો વાયરલ થયા છે.

ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો

જેમાં જોવા મળે છે કે, ખેલાડીઓ આ રંગના તહેવારમાં રંગાયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પોર્ટ સ્ટાફના સભ્યો તેમજ પૂર્વ ક્રિકેટર ડ્વેન બ્રાવોના ગીત પર નાચતા જોવા મળ્યા હતા. જેમાં અનેક લોકો હોળી સેલિબ્રશનમાં જોવા મળ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ પણ રંગાયું હોળીના રંગમાં

રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ પણ હોળીની મજા માણી હતી.

પૃથ્વી શોએ એક સેલ્ફી શેર કરી

દિલ્હી કેપિટ્લસના ઓપનર પૃથ્વી શોએ એક સેલ્ફી શેર કરી છે. જેમાં તેનો ચેહરો રંગથી રંગાયેલો જોવા મળી રહ્યો છે. તેમજ ટીમના કેટલાક ખેલાડીઓ પણ હોળીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરને પણ રંગ લગાવી ચુક્યા છે. ઈશાંત શર્મા અને અક્ષર પટેલ પણ આ ફોટોમાં સાથે જોવા મળી રહ્યા છે. જે ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કોલકત્તા નાઈટ રાઈડર્સના સપોર્ટ સ્ટાફે પણ હોળી રમી

કોલકત્તા નાઈટ રાઈડર્સના સપોર્ટ સ્ટાફે પણ હોળી રમી છે. ગૌતમ ગંભીર પણ જોવા મળી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો પણ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં ચેન્નાઈમાં પોતાના ગીત પર લોકોને નાચવા મજબુર કર્યા હતા.આઈપીએલ 2024ની વાત કરીએ તો આજે હોળીના દિવસે 25 માર્ચના રોજ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ વચ્ચે મેચ રમાશે.

આ પણ વાંચો : અમદાવાદમાં ચાલુ મેચ દરમિયાન રોહિત-હાર્દિકના ચાહકોમાં થઈ ઝપાઝપી, એક વીડિયોએ તો સૌ કોઈને પરેશાન કર્યા, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">