અમદાવાદમાં ચાલુ મેચ દરમિયાન રોહિત-હાર્દિકના ચાહકોમાં થઈ ઝપાઝપી, એક વીડિયોએ તો સૌ કોઈને પરેશાન કર્યા, જુઓ વીડિયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. ટીમ ગુજરાત ટાઈન્ટસે મુંબઈને 6 રનથી હાર આપી હતી. પરંતુ આ મેચમાં કેટલાક એવા વીડિયો સામે આવ્યા જેને સૌ કોઈને પરેશાન કર્યા છે.

અમદાવાદમાં ચાલુ મેચ દરમિયાન રોહિત-હાર્દિકના ચાહકોમાં થઈ ઝપાઝપી, એક વીડિયોએ તો સૌ કોઈને પરેશાન કર્યા, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Mar 25, 2024 | 2:14 PM

આઈપીએલ 2024ની પાંચમી મેચ કોઈ જંગથી ઓછી ન હતી. આ મેચમાં ટક્કર ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં અનેક ઘટનાઓ જોવા મળી હતી. આ મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ પણ જોવા મળ્યો હતો. આ સિવાય આક્રમકતા પણ જોવા મળી હતી. અહિ ચાહકો એકબીજા સામે ટકકારાયા હતા અને એકબીજાને માર પણ મારવા લાગ્યા હતા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ ગુજરાત ટાઈટન્સે 6 રનથી જીત મેળવી છે અને તેની આ જીત દરમિયાન સ્ટેન્ડ પર બેઠેલા ચાહકો પણ આમને સામને ટક્કરાયા હતા.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

ગુજરાત-મુંબઈ વચ્ચે જોવા મળી બબાલ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે મુંબઈ અને ગુજરાતની ટીમ જીત માટે ટકકર આપી રહી હતી. આ દરમિયાન ચાહકો ગુસ્સે થયા હતા અને એકબીજા સામે ઝગડી પડ્યા હતા. આ ઝગડો ક્યાં કારણોસર થયો છે તે હજુ સુધી સામે આવ્યો નથી.

હાર્દિક થયો હૂટિંગનો શિકાર

આ મેચમાં માત્ર વિવાદ જ થયો નથી. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું હૂટિંગ થયું છે. આ ખેલાડી છેલ્લી 2 સીઝન સુધી ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો પરંતુ આઈપીએલ 2024 પહેલા તે ટીમ છોડી મુંબઈમાં ચાલ્યો હયો હતો. આ વાત ચાહકોને પસંદ આવી નહિ અને આ કારણે ટોસ સિવાય આખી મેચમાં પંડ્યા હૂટિંગનો શિકાર બન્યો હતો.

મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ હાર મળી છે. તેમ ચાલુ મેચ પણ એક સમયે અધવચ્ચે રોકવી પડી હતી. તેનું કારણ એ હતુ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચે સ્ટેડિયમમાં કુતરુ આવ્યું હતુ. તેનો પણ વીડિયો હવે સામે આવ્યો છે.

આ પણ વાંચો : મેચ બાદ જય શાહે કરી ઈશાન કિશન સાથે વાત, શું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર કરી હશે વાત?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">